Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપાના સ્ટાર પ્રચારકો અને પ્રદેશ ભાજપાના અગ્રણીઓનો ચૂંટણીપ્રચાર પૂરજોશમાં

ભાજપાના સ્ટાર પ્રચારકો અને પ્રદેશ ભાજપાના અગ્રણીઓનો ચૂંટણીપ્રચાર પૂરજોશમાં
, ગુરુવાર, 29 ઑક્ટોબર 2020 (12:01 IST)
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની આગામી પેટા ચૂંટણી અન્વયે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી,ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત કેન્દ્રીય મંત્રીઓ,ભાજપાના સ્ટાર પ્રચારકો અને પ્રદેશ ભાજપાના અગ્રણીઓ આઠે - આઠ વિધાનસભા બેઠકો પર વાયુવેગે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
 
આજે  ૨૯ ઓક્ટોબરે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનો ગઢડા અને ધારી વિધાનસભા ક્ષેત્રનો અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો અબડાસા તથા કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાનો કરજણ વિધાનસભા ક્ષેત્ર અંતર્ગત ચુંટણી પ્રવાસ યોજાશે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ આજે ૨૯ ઓકટોબરના રોજ ગઢડા વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર આત્મારામભાઇ પરમારના સમર્થનમાં ધોળા, તા. ઉમરાળા ખાતે સવારે ૧૦:૦૦ કલાકે સુગર મીલ ગ્રાઉન્ડ ખાતે જાહેરસભાને સંબોધશે અને બપોરે ૧૨:૧૫ કલાકે હનુમાનદાસ બાપુ ફાર્મ ખાતે સામાજિક અગ્રણીઓ,વેપારી આગેવાનો અને જુદા જુદા સમાજના શ્રેષ્ઠીઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત તેઓ બપોરે ૧:૫૦ કલાકે સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની મુલાકાત લેશે.
 
આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ધારી વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર જે.વી કાકડીયાના સમર્થનમાં બગસરા ખાતે બપોરે ૩:૧૦ કલાકે ધારી વિધાનસભા ક્ષેત્રના સરપંચો સાથે બેઠકમાં ઉપસ્થિત રહી બપોરે ૪:૦૫ કલાકે સર્વાંગી વિકાસ ટ્રસ્ટના ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધશે.
 
જ્યારે ૨૯ ઓક્ટોબરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અબડાસા બેઠકના ભાજપા ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના સમર્થનમાં બપોરે ૪:૦૦ કલાકે દયાપર, તા. લખપત અને સાંજે ૬:૦૦ કલાકે વિથોણ, તા.નખત્રાણા ખાતે જાહેર સભાઓ સંબોધશે. આ ઉપરાંત ૨૯ ઓકટોબરના રોજ કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા કરજણ વિધાનસભા બેઠકના ભાજપા ઉમેદવાર અક્ષયભાઈ પટેલના સમર્થનમાં સાંજે ૫:૦૦ કલાકે, પોર, તા. વડોદરા અને સાંજે ૬:૩૦ કલાકે સાધલી, તા. શિનોર ખાતે જાહેર સભાઓ સંબોધશે.
 
જ્યારે ૨૯ ઓકટોબરે કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવીયા ગઢડા વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર આત્મારામ ભાઈ પરમારના સમર્થનમાં સાંજે ૬:૦૦ કલાકે ગઢડા ખાતે પટેલ સમાજની વાડીમાં નવા મતદાતાઓ સાથેની બેઠકમાં અને ત્યારબાદ સાંજે ૭:૧૫ કલાકે રણીયાળા, તા. ગઢડા ખાતે પાટીદાર સમાજના અગ્રણીઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોંગ્રેસની ગળથુથીમાં નૈતિકતાના મૂલ્યો રહ્યા નથી, મહાત્મા ગાંધીની કોંગ્રેસ ક્યારની ખતમ થઈ ચૂકી છે -વિજય રૂપાણી