અંકલેશ્વરથી વહેલી સવારે એક દુખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ પાસે આજે શુક્રવારે એક દર્દનાક દુર્ઘટનામાં એક મહિનાનું કરૂણ મોત થયું છે. બાઇક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બંને વાહનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં રિક્ષામાં સવાર એક મહિલાનું જીવતી ભૂંજાઈ જવાથી કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
સૂત્રો મુજબ અંકલેશ્વર-વાલિયા રોડ પર કોસમડી ગામ પાસે બાઇક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અથડામણ બાદ તુરંત જ બંને વાહનમાં આગ ભભૂકી ઊઠી હતી. આ તરફ એક કરુણ અને દુખદ ઘટના તો એ બની કે રિક્ષામાં સવાર એક મહિલાને બહાર નીકળવાનો મોકો પણ ન મળ્યો અને તે રિક્ષામાં જ જીવતી ભૂંજાઈ જતાં મોત થયું છે. આ તરફ આ ઘટનામાં ચારેક લોકો પણ આગને ઝપેટમાં આવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા સારવાર અર્થે ખસેડાયા હતા.