ભૂપેંદ્ર પટેલ સોમવારે ગુજરાતના 17મા મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેશે. ભૂપેંદ્ર આજે બપોરે 2.20 વાગ્યે શપથ લેશે. જણાવીએ કે તેના બે દિવસ પછી કેબિનેટ મંત્રીઓની શપથ અપાશે. ગૃહમંત્રી અમિત શાહ આ શપથ સભારંભ ભાગ બનશે. તે આજે બપોરે 12.30 વાગ્યે અમદાવાદ જઈ રહ્યા છે. તે સિવાય એમપી સીએમ શિવરાજ સિંહ ચૌહાન પણ શપથ સભારંભના અવસરે હાજર રહેશે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સોમવારે બપોરે 2.20 વાગ્યે ભૂપેંદ્ર પટેલને ગુજરાતના નવા ગુજરાત મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેવા માટે આમંત્રિત કર્યુ છે. તેણે ટ્વીટ કરી લખ્યુ- ભારતીય જનતા પાર્ટીના વિધાયક દળના નવા નેતા ભૂપેંદ્રભાઈ પટેલએ રાજભવનમાં તેના નેતૃત્વમાં એક નવી સરકાર બનાવવાના પ્રસ્તાવ રજૂ કર્યુ છે. પ્રસ્તાવને સ્વીકાર કરતા તેણે 13 સેપ્ટેમ્બરને મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેવા માટે તેણે બપોરે 2.20 આમંત્રિત કરાયુ છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલના શપથગ્રહણ સમારોહમાં શામેલ થશે. અમિત શાહે રવિવારે ટ્વિટ કર્યું હતું, "મારુ માનવુ છું કે નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યનો ટકાઉ વિકાસ તેની ગતિ જાળવી રાખશે."
પટેલ રવિવારે રાજ્યના ટોચના હોદ્દા પર પોતાનો દાવો રજૂ કરવા માટે ગાંધીનગરના રાજભવન ખાતે દેવવ્રતને મળ્યા હતા અને તેમની સાથે તેમના પુરોગામી વિજય રૂપાણી અને ભાજપના નેતાઓનું પ્રતિનિધિમંડળ પણ હતું.
ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે અને કડવા પાટીદાર છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવીને ભાજપ રાજકારણમાં રાજકીય સમીકરણ બનાવવાની પ્રયાસ કરી રહ્યું છે. ગુજરાતમાં 2022 માં ચૂંટણી છે અને ભાજપ પટેલને મુખ્યમંત્રી બનાવીને પાટીદારોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે. જણાવી દઈએ કે ભપેન્દ્ર અત્યારે ઘાટોડિયા બેઠક પરથી ધારાસભ્ય છે.