Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bhupendra Patel sworn ceremony Today- આજે ભૂપેંદ્ર પટેલ લેશે CM પદ માટે શપથ

Bhupendra Patel sworn ceremony Today- આજે ભૂપેંદ્ર પટેલ લેશે CM પદ માટે શપથ
, સોમવાર, 13 સપ્ટેમ્બર 2021 (08:06 IST)
13 સપ્ટેમ્બરેના રોજ ભૂપેંદ્ર પટેલ લેશે CM પદ માટે શપથ. ભૂપેંદ્ર પટેલ અહમદાબાદના (AMC)ની સ્ટેંડિંગ કમેટીના પૂર્વ અધ્યક્ષ છે છે તે અર્બન ડેવ્લપમેંટ ઑથોરિટીના ચેયરમેન પણ રહ્યા છે.પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અત્યંત વિશ્વાસુ ગણાય છે. આનંદીબેન પટેલ પણ ઘાટલોદિયા સીટથી ચૂંટણી લડી હતી. ભૂપેંદ્ર પટેલ 2017મા જ પહેલીવાર વિધાયક બન્યા અને પહેલા જ કાર્યકાળમાં મુખ્યમંત્રી બની રહ્યા છે.  
 
Who is Bhupendra Patel - જાણો કોણ છે ગુજરાતના નવા CM ભૂપેન્દ્રભાઈ પટેલ
bhpendrabhai
ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામ પર ગઈકાલથી ચાલી રહેલ સસ્પેંસ આજે ખતમ થયુ છે અને હંમેશાની જેમ જેના વિશે કોઈએ ક્યારેય વિચાર્યુ નહી હોય એવુ નામ જાહેર કરીને નરેન્દ્ર મોદીએ એકવાર ફરી સરપ્રાઈઝિંગ એલિમેન્ટ જાળવી રાખ્યો. ગુજરાતના નવા સીએમ તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે. માત્ર 12 ધોરણ પાસ ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા છે અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અત્યંત વિશ્વાસુ ગણાય છે. તો ચાલો જાણીએ કોણ છે ગુજરાતના નવા કિંગ 
 
અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં નવા મુખ્ય મંત્રીને લઈને શનિવારથી શરૂ થયેલા સસ્પેન્સનો રવિવારે અંત આવી ગયો છે. ભાજપે પાંચ વર્ષ બાદ પાટીદાર નેતાને મુખ્ય મંત્રીપદે બેસાડ્યા છે. 
 
અમદાવાદના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. તેમને આનંદીબહેન પટેલની નજીક માનવામાં આવે છે, એટલે સુધી કે તેઓ આનંદીબહેનની પરંપરાગત ઘાટલોડિયા (અમદાવાદ) બેઠક પરથી ધારાસભ્ય છે.
 
તેઓ પ્રથમ વખત જ ધારાસભ્ય બન્યા છે અને હવે મુખ્ય મંત્રી બની ગયા છે. 2017માં એવી ચર્ચા હતી કે આનંદીબહેનનાં પુત્રી અનારબહેનને તેમનાં માતાની બેઠક મળશે, પરંતુ અંતે ભૂપેન્દ્ર પટેલના નામ ઉપર કળશ ઢોળાયો હતો.
 
ભૂપેન્દ્ર પટેલ અગાઉની ઘાટલોડિયા નગરપાલિકાના અધ્યક્ષ હતા અને અમદાવાદની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન રહી ચૂક્યા છે અને ઔડા (અમદાવાદ એરિયા ડેવલપમૅન્ટ ઑથૉરિટી)ના ચૅરમૅનપદે પણ રહી ચૂક્યા છે.
 
વિવાદ ન થાય તે માટે વિદાય લેનારા મુખ્ય મંત્રી વિજય રૂપાણી દ્વારા જ તેમના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
 
ગુજરાતની 182માંથી 71 બેઠક પર પાટીદાર નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને તેમની વસતિ 15 ટકા આસપાસ છે. એટલે જાતિગત બાબતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેમ જણાય છે.
 
- ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના નેતા છે,  તેઓ એક મુદુભાષી અને સૌમ્ય સ્વભાવના છે 
- તેમણે 2017માં પહેલી જ ચૂંટણીમાં જંગી મતથી ચૂંટણી જીતીને ગુજરાતમાં સૌથી મોટી લીડ મેળવી હતી 
- ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા અને જંગી સરસાઈથી જીત્યા
- તેઓ મેમનગર નગરપાલિકાના ચેરમેન બન્યા અને તે પછી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન બન્યા 
- ગુજરાતના નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલે મેમનગર નગરપાલિકાના ચેરમેનથી રાજકીય સફર શરૂ કરી
અમદાવાદ મ્યુનિ.ની સ્ટે. કમિટિના ચેરમેન તથા ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે ભૂપેન્દ્ર પટેલ
ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રોફાઈલ 
 
નામ             :  શ્રી ભુપેન્દ્રભાઇ રજનીકાંત પટેલ 
પિતાનું નામ  : રજનીકાંત
જન્મ તારીખ  : 15 Jul 1962
જન્મ સ્થળ     : અમદાવાદ
વૈવાહિક સ્થિતિ : પરિણિત
જીવનસાથી નું નામ : શ્રીમતી હેતલબહેન 
રાજ્ય           :  ગુજરાત 
સર્વોચ્ચ લાયકાત : Under Graduate
અન્ય લાયકાત : ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ
કાયમી સરનામું : ૧, આર્યમાન રેસિડેન્સી, શીલજ - કલ્હાર રોડ, શીલજ, અમદાવાદ - ૩૮૦ ૦૫૮.
પક્ષનું નામ : ભારતીય જનતા પાર્ટી
મત વિસ્તારનું નામ : ઘાટલોડિયા
ઇ-મેઇલ : [email protected]
મોબાઇલ નંબર નં : 9909005881
અન્ય વ્‍યવસાય : બિલ્ડર. 
 
પ્રવૃત્તિ  ટ્રસ્ટી, (૧) સરદાર ધામ, (૨) વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન. ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી, મેમનગર
નગરપાલિકા, ૧૯૯૫-૯૬, પ્રમુખમુ , મેમનગર નગરપાલિકા, ૧૯૯૯-૨૦૦૦, ૨૦૦૪-૦૬; વાઈસ ચેરમેન, સ્કુલ બોર્ડ, અમદાવાદ, ૨૦૦૮-૧૦, કાઉન્સિલર, થલતેજ વૉર્ડ અનેચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી,
અમદાવાદ મ્યુનિયુ સિપલ કોર્પોરેશન, ૨૦૧૦-૧૫. ચેરમેન, અમદાવાદ શહેરી  વિકાસ સત્તામંડળ
(AUDA), ૨૦૧૫-૧૭.
શોખ : આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, રમત-ગમત, ક્રિકેટ, બેડમિન્ટન.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat New CM: ગુજરાતના સીએમ બનાવ્યા પછી શુ બોલ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, જાણો તેમની પહેલી પ્રતિક્રિયા