Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

ભાવનગર: કોળિયાક પાસે બસ પાણીમાં વહેણમાં ફસાયેલા 29 લોકોને બચાવ્યા

ભાવનગર બસ પાણીમાં ખાબકી
, શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2024 (09:05 IST)
ભાવનગર જિલ્લાના કોળિયાક દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ ભરેલી બસ પાણીના પ્રવાહમાં ફસાઈ હતી. બસમાં 37 જેટલા મુસાફરો સવાર હતા. મુસાફરોને બચાવવા માટેની કામગીરી  હાથ ધરવામાં આવી છે.

રેસ્ક્યૂ કામગીરીમાં વિઘ્ન આવ્યુ. બસમાંથી રેસ્ક્યૂ કરાયેલા મુસાફરો ફરી ફસાયા. 27 મુસાફરોને બસમાંથી ટ્રકમાં બેસાડી રેસ્ક્યૂ કરાયા હતા. મુસાફરોને રેસ્ક્યૂ માટે ગયેલો ટ્રક પાણીના વહેણમાં ફસાયો. દક્ષિણ ભારતના મુસાફરોની બસ ફસાઈ હતી.
 
 ભાવનગરના કોળિયાક ગામ ખાતે બસ પાણીમાં ખાબકી છે. કોળિયાક નજીક આવેલા એક પુલ પાસે તામિલનાડુ પાસિંગની બસ નાળામાં ખાબકી હતી. 
 
માહિતી અનુસાર, બસ નાળામાં ખાબક્યા પછી એકાએક પાણીનો પ્રવાહ આવી જતાં બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. બસમાં રહેલાં 37  જેટલા મુસાફરોને કાઢવા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
 
હાલમાં પોલીસતંત્ર, વહીવટીતંત્ર અને સ્થાનિકો દ્વારા બસમાં રહેલાં મુસાફરોનાં બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર આગામી 12 કલાકમાં જોવા મળશે, બિહાર-ઝારખંડ સહિત 15થી વધુ રાજ્યોમાં એલર્ટ