Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુટકા, તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ લંબાવાયો

Pan Masala
, બુધવાર, 14 સપ્ટેમ્બર 2022 (08:56 IST)
રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે તા.૦૯ સપ્ટેમ્બર-૨૦૨૨થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયું છે.
 
ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-૨૦૧૧ હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જેમાં કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું 
 
હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આ નિર્ણય કરાયો છે. આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત કોઇપણ વેપારી ગુટકા કે પાનમસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા પકડાશે તો તેને કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના