Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જયરાજ આહીર ને 14 દિવસના જેલવાસ બાદ મહુવા કોર્ટ દ્વારા આપવામાં આવ્યા જામીન, સાંજ સુધી જેલ બહાર આવશે

Jayaraj Ahir bail application
, શનિવાર, 7 ફેબ્રુઆરી 2026 (13:12 IST)
Jayaraj Ahir bail application
 



 
ભાવનગરના બગદાણાના પૂર્વ સરપંચ અને સેવક નવનીત બાલધિયા પર થયેલા હુમલાના બહુચર્ચિત કેસમાં આજે તાજા સમાચાર સામે આવ્યા છે.  આજે, 7 ફેબ્રુઆરી, 2026 ના રોજ મહુવા કોર્ટે આ તમામ આરોપીઓની શરતી જામીન અરજી મંજૂર કરી છે. લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ મળેલી આ સફળતા અંગે જયરાજ આહીરના વકીલ ગુણવંત આહીરે પુષ્ટિ કરી છે કે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાંજ સુધીમાં જયરાજ જેલમુક્ત થઈ શકે છે.

નવનીત બાલધિયા પર હુમલો કરવના કેસમાં જયરાજ આહીર, નાજુ કામળીયા, કાના ભીખાભાઇ કામળિયા, સંજય બેચરભાઈ ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયાની ગઈકાલે મહુવા કોર્ટમાં તેના વકીલ મારફત જેલમુક્ત થવા જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બન્ને પક્ષોના વકીલો દ્વારા લાંબી દલીલો કરવામાં આવી હતી. જેમા આજે કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા છે.

ભાવનગર જિલ્લાના બગદાણામાં નવનીત બાલધિયા પર થયેલ હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ગુનાની ગંભીરતા જોતા પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. આ કેસના મુખ્ય આરોપી અને જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર સહિત અન્ય પાંચ આરોપીઓની જામીન અરજી પર આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
 
લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર સહિત કુલ 6 આરોપીઓએ જામીન માટે મહુવા કોર્ટમાં અરજી કરી હતી.  ગઈકાલે શુક્રવારે  કોર્ટમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. સરકારી વકીલ અને પીડિત પક્ષે જામીનનો સખત વિરોધ કર્યો છે, જ્યારે આરોપી પક્ષે જામીન માંગ્યા છે. કોર્ટે આ અંગેનો ચુકાદો અનામત રાખ્યો છે, જે આજે અથવા સોમવાર સુધીમાં આવી શકે છે.
 
8 આરોપીઓ જેલમુક્ત
 
આ કેસમાં કુલ 14  આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી 8  આરોપીઓના જામીન થોડા દિવસ પહેલા  કોર્ટે મંજૂર કર્યા હતા અને તેઓ અત્યારે જેલ બહાર છે. 
 
 જેલમાં VVIP સુવિધાનો વિવાદ
 
હુમલાનો ભોગ બનનાર નવનીત બાલધિયાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે ભાવનગર જેલમાં જયરાજ આહીરને VVIP સુવિધાઓ આપવામાં આવી રહી છે. તેમણે DGP (ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ) ને લેખિત ફરિયાદ કરીને જેલના CCTV ફૂટેજ ચેક કરવાની માંગ કરી છે. આક્ષેપ છે કે જેલના નિયમો વિરુદ્ધ તેમને બહારનું ભોજન અને અન્ય સવલતો પૂરી પાડવામાં આવે છે.
 
શું હતો સમગ્ર મામલો?
 
આ વિવાદ ડિસેમ્બર 2025 માં શરૂ થયો હતો. મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા આશ્રમના 'મેનેજિંગ ટ્રસ્ટી' તરીકે એક નામ આપ્યું હતું, જેની સામે નવનીત બાલધિયાએ ટકોર કરી હતી. આ બાબતે વિવાદ વધતા 29 ડિસેમ્બર 2025 ના રોજ નવનીત બાલધિયા પર જીવલેણ હુમલો થયો હતો. આ કેસની તપાસ અત્યારે SIT  કરી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

BJP ની રીતૂ તાવડે બનશે મુંબઈની નવી મેયર, શિવસેના શિંદે જૂથના સંજય ઘાડી બનશે ડેપ્ટી મેયર