Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પતિ કંટાળીને મહિલા આયશાવાળો રસ્તો અપનાવ્યો, તાપી કૂદવા પહોંચી પણ...

પતિ કંટાળીને મહિલા આયશાવાળો રસ્તો અપનાવ્યો, તાપી કૂદવા પહોંચી પણ...
, શુક્રવાર, 5 માર્ચ 2021 (11:26 IST)
દેશભર સહિત રાજ્યમાં આપઘાતના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્રારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 31 ડિસેમ્બર 2020 સુધી, ગત બે વર્ષમા6 રાજ્યના વિભિન્ન ભાગમાં 19,44 હત્યાઓ, 1853 હત્યાના પ્રયાસ, 3095 બળાત્કાર, અપહરણના 4829 કેસ અને આત્મહત્યાના 14,000થી કેસ સામે આવ્યા છે. આ આંકડો ચિંતાજનક છે. 
 
ત્યારે તાજેતરમાં અમદાવાદમાં આયશાનો આપઘાત લોકમુખે ચર્ચાઇ રહ્યો છે તેની શાહી હજુ સુકાઇ નથી ત્યાં તો સુરતથી વધુ એક આવો જ કિસ્સો સર્જતા સર્જાતા રહી ગયો. પતિના ત્રાસથી કંટાળી ગયેલી પરણિતા સુરતના હોપ વે બ્રિજ પરથી કુદવા જઈ રહી હતી. ત્યારે રિક્ષા ચાલકે તેમને ખેંચી તેનો જીવ બચાવ્યો હતો. પતિના મેણા ટોણાથી કંટાળેલી પરિણીતાએ અમદાવાદની આઇશાની જેમ જ આપઘાતનો રસ્તો અપનાવ્યો હતો. જો સમયસર રિચાલક ત્યાં પહોંચ્યો ન હતો તો અમદાવાદની આયશાની માફક આ મહિલાએ પણ પોતાના જીવનનો અંત આણી દીધો હોત. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર  મનીષા નામની પરિણીતા પતિના ત્રાસથી કંટાળી સુરતના ચોક વિસ્તાર ખાતે આવેલા હોપ બ્રિજ પરથી તાપી નદીમાં આત્મહત્યા કરવા પહોંચી હતી. આંખમાં આંસુ સાથે રસ્તાના કિનારેથી પસાર થઇ રહેલી મનીષા પર રિક્ષાચાલક તોસીફ શેખની નજર પડી હતી. મનીષાને જોતા જ રિક્ષાચાલક તોસીફના મનમાં વિચાર્ય આવ્યો કે આ મહિલા શા માટે બ્રિજ તરફ જઇ રહી છે. ક્યાંક આત્મહત્યા તો કરવા તો જઇ રહી નથી ને? 
 
આ દરમિયાન તેની આંખો સમક્ષ આઇશાની ઘટના સામે આવી ગઈ. અને તેણે મહિલાનો પીછો કરીને હોપ બ્રિજ સુધી પહોંચ્યો. ત્યારે મહિલા બ્રિજની વચ્ચેથી તાપી નદીમાં કુદવા જઈ રહી હતી. તે જ સમયે તોસિફે મનીષાનો હાથ ખેંચીને એક દૂતની માફક તેનો જીવ બચાવી લીધો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતની ફીમેલ સુપર કોપના ઓપરેશન પર બનશે ફિલ્મ