Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ થયાના આક્ષેપ કરનાર યુવરાજસિંહની મુશ્કેલીઓ વધી, પોલીસ પર કાર ચડાવી દેવાના આરોપમાં અટકાયત

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ થયાના આક્ષેપ કરનાર યુવરાજસિંહની મુશ્કેલીઓ વધી,  પોલીસ પર કાર ચડાવી દેવાના આરોપમાં અટકાયત
, બુધવાર, 6 એપ્રિલ 2022 (01:14 IST)
ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ થયાના આક્ષેપ કરનાર યુવરાજસિંહની મુશ્કેલીઓ વધી શકે છે. આજે ગાંધીનગર પોલીસ હેડકવાર્ટરમાં યુવરાજસિંહે પોલીસ સાથે ઘર્ષણ કરી પોલીસ જવાનો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યાના આરોપ હેઠળ અટકાયત કરવામાં આવી છે. પોલીસે યુવરાજસિંહ સામે IPC કલમ 332 અને 307 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
વિદ્યાસહાયકમાં ભરતી કરવાની માગણી સાથે આંદોલન શરૂ કરનારા ઉમેદવારોએ સતત બીજા દિવસે પણ વિધાનસભા ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. સચિવાલય સંકુલના મુખ્ય દરવાજેથી પોલીસે તેમની અટકાયત કરી હતી. મહિલાઓ સહિતના આંદોલનકારીઓની અટકાયત કરીને ગાંધીનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા હતા. જ્યાં તેમને મળવા માટે આપના નેતા યુવરાજસિંહ જાડેજા પહોંચ્યા હતા. આંદોલનકારીઓ સાથે વાતચીત બાદ યુવરાજસિંહ પરત ફરતા હતા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જેના પગલે પોલીસે તેમની અટકાયત કરી છે.12000 વિદ્યાસહાયકોની ભરતી કરવાની માગણી સાથે શરૂ થયેલા આંદોલનને ટેકો આપવા અને ઉમેદવારોનો જુસ્સો વધારવા માટે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા પોલીસ હેડક્વાર્ટર ગયા હતા. આંદોલનકારીઓને તેમણે લડત ચાલુ રાખવા આહવાન કર્યું હતું અને આંદોલનકારીઓએ પણ 'યુવરાજસિંહ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ'ના નારા લગાવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPL 2022: દિનેશ કાર્તિકે રાજસ્થાનના મોઢામાંથી મેચ છીનવી લીધી, RCBને અપાવી રોમાંચક જીત