Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

રદ્દ થયેલી રૂ.500થી 1000ની 3.85 કરોડની નોટ સાથે જમીન દલાલ પકડાયો

અટકાયત
, સોમવાર, 17 ડિસેમ્બર 2018 (12:00 IST)
રૂ.૫૦૦ અને ૧૦૦૦ની નોટો રદ્ થયાને બે વર્ષ થવા છતાં આજે પણ લોકો પાસેથી આ ચલણી નોટો મળી રહી છે. આજે રાંદેર પોલીસે વહેલી સવારે ચેંકિગ હાથ ધરીને જહાંગીરપુરાથી હજીરા તરફ જતા રોડ પરથી પસાર થયેલી મર્સિડિઝ કારને આંતરીને તપાસ કરે તે પહેલા જ બે ભાગી છુટયા હતા. તો પકડાયેલા અમરોલીના જમીન દલાલ પાસેથી ૩.૮૫ કરોડની રદ થયેલી નોટો મળી આવતા ઇન્કમટેકસ વિભાગને જાણ કરી હતી.
રાંદેર પોલીસ શનિવારે કોમ્બીંગ નાઇટમાં ભેસાણ રોડ પરથી પસાર થતા વાહનોનું ચેંકિગ કરી રહી હતી. તે વખતે સવારે પોણા પાંચ વાગ્યાના અરસામાં જહાંગીરપુરા તરફથી હજીરા તરફ જતા રોડ ઉપર એક કાળા કલરની મર્સિડિઝ કાર (નં.એમ.એચ.૧૪-ડીએન-૫૪૨૦) શંકાસ્પદ જણાતા પોલીસે અટકાવીને તપાસ કરે તે પહેલાં જ કારમાંથી બે શખ્સો ઉતરીને ભાગી છુટયા હતા. જયારે ડ્રાઇવીંગ સીટ પર બેઠેલો વિશાલ વિનોદ બારડ (ઉ.વ.૩૯ રહે.૧૦૫, શ્રીજી એપાર્ટમેન્ટ, સતાધાર ચોકડી, અમરોલી, મૂળ ગામ દ્વારકા સોરઠીયા શેરી)ની અટકાયત કરીને તપાસ કરતા કારની પાછળની ડીકીમાં મુકેલ વિમલના થેલામાંથી ભારતીય ચલણની રદ્ થયેલી જુની ૫૦૦ના દરની ૬૭૨૦૦ જેની કિંમત ૩.૩૬ કરોડ અને રૂ.૧૦૦૦ની ૪૯૦૦ જેની કિંમત ૪૯ લાખ મળીને કુલ રૂ.૩.૮૫ કરોડની જુની ચલણી નોટ મળી આવી હતી. પોલીસે કાર પણ કબ્જે લીધી હતી.
પકડાયેલ વિશાલની પુછપરછ કરતા જે વ્યકિતઓ ભાગી ગયા હતા તેમાં એક સની ડાંગર અને બીજો ભાવેશ ભરવાડ હોવાનું જણાવ્યુ હતું. વધુમાં આ નોટ વડોદરાના હસમુખ નામના વ્યકિત પાસેથી ૮થી ૧૩ ટકા કમિશન પર લીધી હતી. અને સુરત શહેરમાંથી કોઇ વ્યકિતનો ફોન આવવાનો હોવાથી ઘરે લાવતો હતો. તે પોતે જમીન દલાલ છે. રાંદેર પોલીસે ઇન્કમટેકસ વિભાગને જાણ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવસારીના પોલકી હીરા ઉદ્યોગમાં મંદી છવાતાં દિવાળી બાદ 75 ટકા કારખાના શરૂ થયા જ નહીં