Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ શહેરના દરેક વોર્ડમાં સ્માર્ટ સ્કૂલ બનાવશે AMC,આગામી શૈક્ષણિક સત્ર સુધીમાં સ્કૂલો બનાવવાનું પ્લાનિંગ

અમદાવાદ શહેરના દરેક વોર્ડમાં સ્માર્ટ સ્કૂલ બનાવશે AMC,આગામી શૈક્ષણિક સત્ર સુધીમાં સ્કૂલો બનાવવાનું પ્લાનિંગ
, મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (22:37 IST)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની નવી ચૂંટાયેલી કમિટીની આજે પ્રથમ બેઠક મળી હતી. જેમાં આગામી શૈક્ષણિક સત્ર પહેલા શહેરના તમામ વોર્ડમાં એક સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારે અમદાવાદ શહેરમાં કુલ 10 જેટલી સ્માર્ટ સ્કૂલો છે. હાલ જે વોર્ડમાં સ્માર્ટ સ્કૂલો નથી તે વોર્ડમાં વોર્ડમાં સ્કુલ બનાવવાનો નિર્ણય લેવામાં છે. જેમાં સમગ્ર અમદાવાદ શહેરમાં ભાજપ શાસિત AMC દ્વારા સ્માર્ટ સ્કૂલ બનાવવાનો નિર્ણય લેવાયો છે.
 
મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ચેરમેન સુજય મહેતાએ જણાવ્યું હતું કે, શહેરમાં કુલ 51 જેટલી સ્માર્ટ સ્કૂલો બનાવવાનું આયોજન છે. દરેક વોર્ડમાં સ્માર્ટ સ્કૂલ બને અને વિદ્યાર્થીઓ વધુ સારું શિક્ષણ મેળવે તે હેતુથી આ સ્કૂલો ઝડપથી બને તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. આગામી સત્ર સુધીમાં આ સ્કૂલો બને તે રીતે અમે પ્રયત્નો કરીશું.
 
તેમણે કહ્યું હતું કે અમદાવાદ જિલ્લા પંચાયત, દસક્રોઈ તાલુકા અને ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તક આવેલી 103 સ્કૂલો જે હવે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં ભળી ગઈ છે. તેમાં સમાવિષ્ટ ચાંદખેડાની લક્ષ્મીનગર પ્રાથમિક શાળા અને રાણીપના રોનક બજારમાં આવેલી રાણીપ શાળા નંબર 8નું મકાન ભાડે રાખવામાં આવ્યું હતું જેનું કુલ ભાડું રૂ. 35545 હવે કોર્પોરેશનને ચૂકવવાનું થાય છે, જેથી આજે કમિટીમાં આ બે સ્કૂલોને નજીકના કોર્પોરેશનની સ્કૂલમાં સમાવિષ્ટ કરવા અથવા કોર્પોરેશનની બિલ્ડીંગમાં ટ્રાન્સફર કરવા અંગે વિચારણા કરવામાં આવી હતી.
 
આ ઉપરાંત આજે મળેલી સ્કૂલ બોર્ડની બેઠકમાં વિવિધ એજન્ડાઓ જેવા કે સ્કૂલોમાં પેવર બ્લોક નાખવાની કામગીરી પૂર્ણ થતાં કોન્ટ્રાકટરને પેમેન્ટ, સ્કૂલોના ઉદ્ઘાટનમાં થયેલા 20 લાખથી વધુનો ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના 45 જેટલા શિક્ષકો અને કર્મચારીઓ માટે 1 કરોડ રૂપિયા મેડીક્લેમ સંદર્ભે મંજૂર કરવામાં આવ્યા હતા. SVP હોસ્પિટલના RMO દ્વારા મંજૂર કરાયેલા બિલો આજે મળેલી સામાન્ય સભામાં મંજૂર કરાયા હતા. 
 
આ સ્માર્ટ સ્કૂલ  પ્રી એજ્યુકેશનલ કીટ, 3D એજ્યુકેશનલ ચાર્ટ, સાયન્સ અને મેથ્સ લેબ વિથ વર્કિંગ મોડેલ, ડિજિટલ પ્લેનેટોરીયમ, ફ્યુચર ક્લાસરૂમ, ફોલ્સ સીલીંગ, મલ્ટીપ્લે સ્ટેશન અને આઉટડોર રબર મેટ, ફ્રેન્સી બેન્ચીસો, ઇન્ડોર મેટ, CCTV કેમેરાથી લેસ, વ્હાઈટ બોર્ડ, સ્પોર્ટ્સ કીટ બાળકો માટે ઉપલબ્ધ કરાવાઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગિફ્ટ સીટીમાં બનશે ગુજરાતની સૌથી ઉંચી નિવાસી બિલ્ડીંગ, આ લકઝરી પ્રોજેકટસમાં હશે આવી સુવિધાઓ