Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અંબાજી મંદિરના સમયમાં થયો ફેરફાર

અંબાજી મંદિરના સમયમાં થયો ફેરફાર
, સોમવાર, 20 માર્ચ 2023 (09:29 IST)
ચૈત્રી નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. તમને જણાવી દઈએ કે નવરાત્રીના દિવસો દરમિયાન માં અંબાના ધામમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો આવતા હોય છે. તેથી માઈ ભક્તોની સગવડતાને ધ્યાનમાં રાખીને મંદિરના ટ્રસ્ટે મોટો નિર્ણય લીધો છે.  આરતી, દર્શનના સમયમાં ફેરફાર 22 માર્ચ થી 29 માર્ચ સુધી સમયમાં થયો ફેરફાર ચૈત્રી નવરાત્રીને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયો છે. 
 
ચૈત્રી નવારાત્રી દરમિયાન ભક્તો સવારના 08.00 વાગ્યાથી રાત્રીના 09.00 વાગ્યા સુધી દર્શન કરી શકશે. સાથે નવરાત્રીના પ્રથમ દિવસે ઘટ સ્થાપનનો પણ સમય નક્કી કરવામાં આવ્યો છે. ચૈત્ર સુદ એકમને 22 માર્ચે સવારે 8:30 થી 9:30 કલાકે ઘટ સ્થાપન કરાશે. 
 
માતાજીની આરતી તથા દર્શનનો સમય 
 
એકમથી આરતીનો સમય સવારે 7:00થી  7:30નો રહેશે.  એકમના દિવસે ભક્તો માતજીના દર્શન સવારે 8:00થી 11:30 સુધી કરી શકશે. જે બાદ બપોરે 12:00 કલાકે માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે. ભક્તો માં અંબાના બપોરે 12:30  વાગ્યાથી 4:30 વાગ્યા સુધી કરી શકશે. જે બાદ સાંજે 7:00 કલાકે માતાજીની આરતી થશે. ભક્તો રાત્રીના 09:00 વાગ્યા સુધી માતાજીના દર્શન કરી શકશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે વિશ્વ ચકલી દિવસ - એક સાથે 2500 ચકલીઓ જોવા આવો...રાજકોટ