Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ambaji Temple Closed - કોરોનાના લીધે ફરી શક્તિપીઠને તાળા લાગ્યા, નર્મદા ઘાટ પર ધાર્મિક વિધિઓ પર પ્રતિબંધ

Ambaji Temple Closed - કોરોનાના લીધે ફરી શક્તિપીઠને તાળા લાગ્યા, નર્મદા ઘાટ પર ધાર્મિક વિધિઓ પર પ્રતિબંધ
, શનિવાર, 15 જાન્યુઆરી 2022 (10:24 IST)
રાજ્યમાં ફરી કોરોનાએ પોતાનો આતંક વર્તાવવાનું શરૂ કરી દીધું છે. ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ હોય એમ દરરરોજ કેસ વધી રહ્યા છે. જેને કારણે સરકારે નિયંત્રણો પણ લગાવી દીધા છે. ત્યારે ગુજરાતમાં યોજાનારા મોટા કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોરોના કારણે વાયબ્રન્ટ સમિટ, ફ્લાવર શો સહિત પ્રોગ્રામ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
ત્યારે ઉત્તર ગુજરાતમાં આવેલું આસ્થાનું ધામ અંબાજી મંદિર ફરી એકવાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યું છે. અંબાજી મંદિર 15 થી 22 જાન્યુઆરી સુધી બંધ રહેશે. વહિવટીતંત્ર દ્રારા પ્રેસનોટ જાહેર કરી કહેવામાં આવ્યું છે કે ગબ્બર, અંબાજી મંદિર અને ટ્રસ્ટના મંદિરો બંધ રહેશે. આમ, કોરોનાની ત્રીજી લહેર વચ્ચે મંદિર બંધની જાહેરાત કરી દેવાઈ છે. જોકે, સવાર અને સાંજની આરતીના ઓનલાઇન દર્શન વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ મંદિર ટ્રસ્ટનુ અંબિકા ભોજનાલય ચાલુ રહેશે.
આ સાથે જ ગિરનારનું અંબાજી મંદિર, અંબાજી માતાનું મંદિરમા મોટા નિર્ણયો લેવાયા છે. તો સાથે જ નર્મદા ઘાટ પર પણ ધાર્મિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવાયો છે.  
 
ગિરનાર પર્વત પર આવેલા અંબાનો પ્રાગટ્ય મહોત્સવની કોરોનાને પગલે સાદગીથી ઉજવણી કરવામાં આવશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. આગામી 17 જાન્યુઆરી પોષી પૂનમના દિવસે માં અંબાના પ્રાગટ્ય પ્રસંગની ઉજવણી કરવામાં આવશે. 
 
તો બીજી તરફ નર્મદા ઘાટ ખાતે થતી ધાર્મિક પ્રવૃતિઓઓ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. . નર્મદા ઘાટ ખાતે કોઈપણ પ્રકારની પૂજા અર્ચના વિધિ કરવી નહિ. ફૂલ કે પૂજાપો અર્પણ કરવા નહિ અને નર્મદા નદીમાં દૂધ પણ નહીં ચઢાવવા આદેશ કર્યો છે. તેમજ જાહેરનામાનો જો ભંગ થશે તો નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ સબ ઇન્સપેક્ટરને ગુનો દાખલ કરવા અધિકૃત કરવામાં આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યમાં વધી શકે છે નાઈટ કર્ફ્યૂ - કોરોનાના વધતા જતા કેસ પર કાબુ મેળવવા વધુ નિયંત્રણો લદાશે