Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નિપાહ વાયરસથી ગુજરાતમાં એલર્ટ: દક્ષિણ ભારતથી આવતા તમામ મુસાફરોનું થશે મેડિકલ સ્કેનિંગ

નિપાહ વાયરસથી ગુજરાતમાં એલર્ટ: દક્ષિણ ભારતથી આવતા તમામ મુસાફરોનું થશે મેડિકલ સ્કેનિંગ
, બુધવાર, 23 મે 2018 (12:39 IST)
કેરળના કોઝીકોડમાં ફેલાયેલા ચેપી નિપાહ વાયરસને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકારે આદેશ આપ્યો છે કે કેરળ અને દક્ષિણ ભારતથી આવતા તમામ મુસાફરોનું એરપોર્ટ સહિતના સ્ટેશનો પર સ્થળ પર જ હેલ્થ ચેકઅપ કરવામાં આવે અને જો કોઈને નિપાહના લક્ષણ દેખાય તો તાત્કાલીક સારવાર આપવામાં આવે રાજ્ય સરકારે આદેશ કર્યો છે કે નિપાહ વાયરસને લઈને કેરળ  અને દક્ષિણ ભારતથી ગુજરાત આવતા તમામ મુસાફરોનું મેડિકલ સ્કેનીંગ કરવામાં આવશે. આ માટે રાજ્યભરમાં એરપોર્ટ અને મોટા રેલવે અને બસ સ્ટેશનો ઉપર મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવશે. કેરળના કોઝીકોડ જિલ્લામાં ચામાચીડિયાથી ફેલાતા રહસ્યમય અને ખૂબ જ ઘાતક નિપાહ વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે અને 6 લોકોની સ્થિતિ ગંભીર છે.
webdunia

આ ખતરનાક વાયરસથી પીડિત 25 દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ વાયરસથી જોડાયેલ વધુ માહિતી હાંસલ કરવા માટે કેન્દ્રિય સ્વાસ્થ્ય વિભાગે પણ પ્રભાવિત જિલ્લામાં એક ટીમ મોકલવામાં આવી છે. નિપાહ વાયરસને NiV ઇન્ફેક્શન પણ કહેવામાં આવે છે. આ બીમારાના લક્ષણની વાત કરીએ તો શ્વાસ લેવામાં તકલીફ, તાવ, માથુ દુખવુ, બળતરા, ચક્કર આવવા, બેભાન થવુ વગેરે. આ ચેપથી પીડિત દર્દીને જો તાત્કાલિક સારવાર ન મળે તો 48 કલાકમાં દર્દી કોમામાં જઇ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર આ વાયરસ સામે લડવા માટે અત્યાર સુધી કોઈ દવા વિકસિત કરવામાં નથી આવી અને આ વાયરસથી પીડિત દર્દીઓને આઇસીયુમા રાખી જ ઇલાજ કરી શકાય છે.
webdunia

ડોક્ટર્સનું માનીએ તો આ વાયરસનો ચેપ એક ખાસ પ્રકારનું ચામાચીડિયું જેને ફ્રૂટ બેટ કહેવામાં આવે તેનાથી એંઠા ફળ કે ફળના રસનું સેવન કરવાથી થાય છે કે જે નિપાહ વાયરસનું મુખ્ય વાહક છે. આ વાયરસ સૂવરથી પણ ફેલાય છે. આ સિવાય આ વાયરસથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ ચેપ લાગે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પતિએ કરી છેડતી તો પીડિતાની પવિત્રતા ચકાસવા પત્નીએ ઉકળતા તેલમાં ડૂબાડ્યા હાથ