Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujaratના ૨૦૩ જળાશયો પૈકી ૩૮ High Alert : નર્મદા ડેમની જળ સપાટી ૧૧૮.૫૩ મીટર

Gujaratના ૨૦૩ જળાશયો પૈકી ૩૮ High Alert : નર્મદા ડેમની જળ સપાટી ૧૧૮.૫૩ મીટર
, બુધવાર, 26 જુલાઈ 2017 (16:31 IST)

Gujarat flood - એક જ પરિવારના 17 લોકો વહી ગયા-see video  


રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.ર૬/૦૭/૨૦૧૭ના રોજ સવારે ૮-૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન વરસાદનું જોર ધીમું થયું છે. રાજ્યના ૨૦૩ જળાશયો પૈકી ૩૮ જળાશયો હાઇએલર્ટ, ૧૯ જળાશયો એલર્ટ તેમજ ૧૫ જળાશયોને ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના ૨૦૩ જળાશયોના પાણી સંગ્રહની ક્ષમતા ૧૫૭૭૦.૩૯ મિલીયન ક્યુબીક મીટર પૈકી હાલ ૮૦૨૧.૧૨ મીલીયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થયો છે એટલે કે ૫૦.૮૬ ટકા જેટલા જળાશયો ભરાયા છે
webdunia

. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમ ૧૧૮.૫૩ મીટરની સપાટીએ પહોંચ્યો છે. આ સાથે સરદાર સરોવર ડેમ ૮૯.૪૧ ટકા જેટલો ભરાયો છે. રાજ્યના જે જળાશયો ૯૦ ટકાથી વધુ ભરાયા છે. તેમાં ધ્રોલી, મછાનલ, કબુતરી, ઉમરીયા, કાલી-ર, સાનાન્દ્રો, ફતેહગઢ, ગજાનસાર, મીત્તી, વડીયા, સસોઇ, વર્તુ-૧, પુના, રૂપારેલ, કનકાવતી, સાપડી, સોનમતી, વેરાડી, કાબરકા, સોરઠી, મચ્છુ-૧ લાલપરી, ઘોડાઘોરી, ખોડાપીપર, ડેમી-૧, ઘેલો-એસ, ફદનગેબી, ધારી, ધોળીધજા, નીમ્બમની, વાંસલ, બ્રાહ્મણી, લીંબ ભોગાવો-૧, મોસલ, સબુરી, ત્રિવેણીથંગા, વેરાડી-ર મીનસર(વ) મળી કુલ ૩૮ જળાશયો હાઇએલર્ટ જાહેર તથા દાંતીવાડા, કડાણા, હરણાવ-ર, ડોસવાડા, સન્ક્રોલી, ઉન્ડ-૧, સાની, ઉન્ડ-ર, રંગમતી, ડેમી-૩, સુખભાદર, નાયકા, બલદેવા, ધરોઇ મળી કુલ ૧૯ જળાશયો એલર્ટ જાહેર કરાયા છે. 
webdunia


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું- રાજ્યના ૯૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ