Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદના DCP ઉષા રાડા Facebook ફ્રેન્ડ સાથે લગ્ન કરશે

અમદાવાદના DCP ઉષા રાડા Facebook ફ્રેન્ડ સાથે લગ્ન કરશે
, સોમવાર, 22 મે 2017 (17:21 IST)
અમદાવાદ ઝોન-2ના પોલીસ અધિકારી ડીસીપી ઉષા રાડા ગુનેગારોને થથરાવવા માટે જાણીતા છે. ત્યારે તેમની આ વાત જાણીને નવાઈ લાગશે. તેવા ઉષા રાડા કોમળ હૃદયી છે તેઓ ફેસબુક ફ્રેન્ડ નરેશ દેસાઈને પ્રેમ કરવા માંડ્યા છે. આજે ઉષા રાડા તેમના ફેસબુક ફ્રેન્ડ નરેશ દેસઈ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. નરેશ દેસાઈ લંડનના હીથ્રો એરપોર્ટ પર મેનેજર છે. છેલ્લા ત્રણ વર્ષથી ફેસબુક અને વ્હોટ્સએપ પર ચેટિંગ કરતા  તેમની વચ્ચે પ્રેમ થઈ ગયો હતો.

રાડા અને દેસાઈના પરિવારજનો પણ એકબીજાને પહેલવહેલી વાર ગત રવિવારે જ મળ્યા હતા. સિવિલ મેરેજ પછી સોમવારે પરિવારજનો માટે એક પ્રાઈવેટ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફંક્શનમાં તેમના નજીકના પરિવારજનો, મિત્રો અને સહકર્મચારીઓ હાજરી પૂરાવશે. નરેશ દેસાઈ મૂળ અમદાવાદના છે અને 15 વર્ષ પહેલા લંડનમાં સ્થાયી થયા હતા. દેસાઈએ મેરેજ પછી અમદાવાદમાં સેટલ થવાનું નક્કી કર્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એ.એફ.ડી.બી.ના મુખ્ય પાંચ આધારસ્તંભ અને ભારત સરકારની વેપાર નીતિ વચ્ચે ઘણી સામ્યતા છે : અરુણ જેટલી