Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ 2009 લઠ્ઠાકાંડ: સેશન્સ કોર્ટે વિનોદ ડગરી સહિત 6 લોકોને દોષિત ઠેરવ્યા

અમદાવાદ 2009 લઠ્ઠાકાંડ: સેશન્સ કોર્ટે વિનોદ ડગરી સહિત 6 લોકોને દોષિત ઠેરવ્યા
, શનિવાર, 6 જુલાઈ 2019 (14:02 IST)
અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડના કેસમાં આજે સેશન્સ કોર્ટે ચુકાદો આપતાં 6 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. આ ઘટનામાં મુખ્ય સૂત્રધાર વિનોદ ડગરી સહિતના 6 લોકોને દોષિત કોર્ટે માન્યા છે. અગાઉ 28 જુલાઈએ ઓઢવના લઠ્ઠાકાંડનો ચુકાદો આવવાનો હતો પરંતુ રથયાત્રાના કારણે કોર્ટમાં ચુકાદો ટળ્યો હતો. લઠ્ઠાકાંડમાં 123ના મોત અને 200 લોકોને ઝેરી દારૂની અસર થઈ હતી.

આ ઘટનામાં વિનોદ ડગરી સહિત 33થી વધુની ધરપકડ કરાઈ હતી. આ કેસમાં 650થી વધુ સાક્ષીઓના નિવેદન લેવાયા હતા. અગાઉ શહેરના ઓઢવ વિસ્તારમાં 9મી જૂનથી 11મી જૂન 2009 દરમિયાન સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 123નાં મોત અને 200 લોકોને અસર થઈ હતી. જેમાં વિનોદ ડગરી સહિત પકડાયેલા 33 લોકો સામે રથયાત્રાના બદોબસ્તને લીધે પોલીસ જાપ્તો નહીં આવવાથી સ્પેશિયલ જજ ડી.પી.મહિડાએ ચુકાદો 6ઠ્ઠી જુલાઈ પર મુલતવી રાખ્યો છે. સાબરમતી જેલમાંથી આરોપીઓને લઈને આવતા પોલીસ જપ્તો રથયાત્રાના બંદોબસ્તમાં વ્યસ્ત હોવાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પુરુષોત્તમ રુપાલા ઉવાચઃ દેશના વિકાસ માટે પેટ્રોલ- ડિઝલનો ભાવ વધારો જરુરી છે