Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મધ્યમવર્ગ પર મોદી સરકારના બજેટનો પહેલો માર, સેસ લાગ્યા પછી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

મધ્યમવર્ગ પર મોદી સરકારના બજેટનો પહેલો માર, સેસ લાગ્યા પછી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
, શનિવાર, 6 જુલાઈ 2019 (12:00 IST)
બજેટમાં પેટ્રોલ-ડીઝલ પર સેસ લાગ્યા પછી લોકોને મોંઘવારીનો પ્રથમ ઝટકો લાગ્યો છે. દેશમાં આજથી પેટ્રો 2.50 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 2.30 રૂપિયા પ્રતિ લીટર મોંઘી થઈ ગયુ છે. શુક્રવારે નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન પેટ્રોલ ડીઝલ પર 2 રૂપિયા પ્રતિ લીટરના દરેક એક્સાઈઝ ડ્યુટી અને રોડ ઈંફ્રાસ્ટ્રકચર સેસ વધારવાનુ એલાન કર્યુ હતુ. સરકારે દાવો કર્યો હતો કે આ વધારાથી સરકારના ખજાનામાં 28000 કરોડની આવક થશે. 
 
આવો જાણીએ દેશના મુખ્ય ચાર શહેરોમાં પેટ્રોલનો આજનો ભાવ 
 
દિલ્હી - સૌથી પહેલી વાત રાજધાની દિલ્હીની. દિલ્હીમાં આજે પેટ્રોલની કિમંત વધીને 72 રૂપિયા 96 પૈસા પ્રતિ લીટર થઈ ગઈ ક હેહ્  દિલ્હીમાં ડીઝલની કિમંત 66.69 રૂપિયા પ્રતિ લીટર થએ ગઈ છે. 
 
મુંબઈ - દેશની આર્થિક રાજધાની મુંબઈમં પેટ્રોલના ભાવ વધીને 78 રૂપિયા 57 પૈસા થઈ ગયા છે. અને ડીઝલની કિમંત વધીને 69.90 પૈસા પ્રતિ લીટર વેચાય રહ્યુ છે. 
 
કલકત્તા - બજેટમાં સેસ લાગ્યા પછી કલકત્તામાં પેટ્રોલની કિમંત 75 રૂપિયા 75 પૈસા પ્રતિ લીટર થઈ છે અને ડીઝલની કિમંત 68.59 પૈસા થઈ ગઈ છે. 
 
 
ચેન્નઈમાં લોકોને મોંઘવારી સહન કરવી પડશે. અહી એક લીટર પેટ્રોલની કિમંત વધીને 75.76 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.  ડીઝલના રેટ વધીને 70.48 પૈસા પ્રતિ લીટૅર થઈ ગયુ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અંકલેશ્વરની GIDCમાં ભીષણ આગ, બ્લાસ્ટનું કારણ અકબંધ