Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાંસદ સી.આર પાટીલ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા

સાંસદ સી.આર પાટીલ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા
, સોમવાર, 20 જુલાઈ 2020 (16:52 IST)
ગુજરાતમાં નવસારીના સાંસદ સી.આર પાટીલ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા. આમ હવે સી.આર.પાટીલ જીતુ વાઘાણીનું સ્થાન લેશે. આ પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખનો કાર્યકાળ ગત ઓગસ્ટમાં જ પુરો થઈ ગયો છે. જો કે ત્યાર બાદ અનેકવાર સંગઠનમાં ફેરફારોની અટકળો વહેતી થઈ હતી. પરંતુ પ્રદેશ પ્રમુખ પદે સી.આર.પાટીલની નિયુક્તિ કરવામાં આવતા આ અટકળોનો આજે અંત આવી ગયો છે.

 સી.આર.પાટીલે 2009માં નવસારી લોકસભા બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ પહેલીવાર લોકસભા ચૂંટણી લડી હતી. જેમાં તેમનો વિજય થયો હતો. ત્યાર બાદ 2014માં નવસારી લોકસભાની બેઠક પર ભાજપે ફરીથી સી.આર.પાટીલને ઉમેદવાર બનાવ્યા હતા. જેમાં તેમણે કોંગ્રેસનાં ઉમેદવાર મકસુદ મિર્ઝાને 5.58 લાખ મતોની સરસાઈથી પરાજિત કર્યા હતા. જેમાં સી.આર. પાટીલને કુલ 8,20,831 મત મળ્યા હતા. જ્યારે મકસુદ મિર્ઝાને ફક્ત 2,62,715 મત મળ્યા હતા. એટલું જ નહીં, સૌથી વધુ લીડથી જીત મેળવનાર સાંસદમાં સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે રહ્યા હતા. બે ટર્મ સાંસદ રહ્યા બાદ 2019માં પણ તેઓ નવસારી બેઠક પરથી ચૂંટણી લડ્યા અને ત્રીજીવાર સાંસદ બન્યા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિવિધ પોસ્ટરો સાથે ગુજરાત યુનિવર્સિટીમાં ફરી ABVPનું વિરોધ પ્રદર્શન