Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ: એક ગુજરાતી પરિવારે ચીનીને બનાવ્યો જમાઇ!

અમદાવાદ: એક ગુજરાતી પરિવારે ચીનીને બનાવ્યો જમાઇ!
, શનિવાર, 11 જુલાઈ 2020 (16:57 IST)
ચીનના સૈનિકો સાથે થયેલી અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. આ ઘટના બાદ લોકોમાં આક્રોશની ભાવના જોવા મળી હતી. દેશમાં ઠેર-ઠેર ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહી ચાઇનીઝ વ્યંજનોના નામ પણ બદલી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક લોકો ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરનાર વ્યક્તિને ફ્રીમાં જલેબી અને સુકા મેવા આપવામાં આવી રહ્યા છે. 
 
લોકોમાં ચીન વિરૂદ્ધ વિરૂદ્ધ આક્રોશની ભાવના ફેલાયેલી છે, તો બીજી તરફ અમદાવાદના ચાંદખેડાના એક પરિવારે ચીની પર વિશ્વાસ કરીને પોતાની પુત્રીના લગ્ન ચીની વ્યક્તિ સાથે કરાવ્યા છે. હાલ લોકડાઉનમાં ચીની જમાઇ ચીન પરત જઇ શકતો નથી જેથી અમદાવાદમાં મહેમાન બનીને બેસ્યો છે. 
webdunia
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મણીબેન ગૌતમ પરિવારના સભ્યોની સાથે રહે છે. મણીબેનની પુત્રી પલ્લવીને ચીનના મા હાઇકો નામના વ્યક્તિ સાથે પ્રેમ થઇ ગયો હતો. જેથી પલ્લવીએ આ વાતની જાણકારી પરિવારના સભ્યોને કરી હતી. 
 
પલ્લવીના પરિવારજનો આ લગ્નને માની લીધા હતા. પરિવારના સભ્યોની સ્વિકૃતિ પહેલાં પલ્લવીએ મા હાઇકો સાથે વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. પલ્લવી ચાઇનીઝ ભાષામાં અનુવાદ અને (વ્યાખ્યાન આપવું) ઇન્ટરપિટેશનનું કાર્ય કરે છે. વર્ષ 2016માં પલ્લવીને આંધ્ર પ્રદેશમાં સ્થિત શ્રી સિટીમાં ઓપ્પો મોબાઇલ કંપનીમાં ઇન્ટરપીટેશનનું કામ મળ્યું હતું. 
 
મોબાઇલ કંપનીમાં કામ કરતી વખતે પલ્લવી રાઇજિંગ સ્ટાર મોબાઇલ કંપનીમાં કામ કરનાર મા હાઇકોના સંપર્કમાં આવી હતી. મા હાઇકો ચીનના સુચીઆનનો નિવાસી છે. પલ્લવી અને મા હાઇકો વચ્ચે વાતચીત થઇ હતી અને ત્યારબા બંને એકબીજા મિત્ર બન્યા અને અંતે બંને વચ્ચે પ્રેમ સંબંધનું બંધન બંધાઇ ગયું. 
 
ત્યારબાદ પલ્લવીએ સમગ્ર વાત પરિવારના સભ્યોને જણાવી અને તેમણે ચીનીને પોતાના જમાઇ બનાવવા માટે અને પલ્લવીના મા હાઇકોની સાથે વિવાહ કરાવ્યા હતા. બંનેના લગ્ન હિન્દુ વૈવાહિક વિધિ અનુસાર થયા હતા. 
 
મહત્વપૂર્ણ વાત એ છે કે મા હાઇકો ગત 6 મહિનાથી પલ્લવીના ઘરે જ રહે છે. ભારત અને ચીનના સંબંધો વચ્ચે કડવાહટ આવી ગઇ છે પરંતુ પલ્લવી અને મા હાઇકોનું લગ્ન જીવનમાં કોઇ કડવાશ આવી નથી. પતિ પત્ની ખૂબ ખુશ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વરાછામાં મહિલા પોલીસ કર્મી અને મંત્રી કાનાણીના પુત્ર વચ્ચે ઘર્ષણ, પોલીસ કર્મીનું રાજીનામું