Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં યુનિવર્સિટી ખાતે CBSEના વિદ્યાર્થીઓનો વિરોધ

અમદાવાદમાં યુનિવર્સિટી ખાતે CBSEના વિદ્યાર્થીઓનો વિરોધ
, શનિવાર, 31 માર્ચ 2018 (13:25 IST)
CBSE અને SSC પેપર લીક મામલે વિરોધ થઇ રહ્યો છે, ત્યારે આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે CBSE ધોરણ 12ના વિદ્યાર્થીઓએ અર્થશાસ્ત્રની પરીક્ષા ફરી લેવાની જાહેરાત મામલે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, પેપર રદ થતાં તેમને સજા મળી છે. આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓની કોઇ ભૂલ નથી.

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)ની ગ્રેજ્યુએટ સ્તરની પરીક્ષા અને સીબીએસઇ બોર્ડના અર્થતંત્ર અને ગણિત વિષયની પરીક્ષાના પેપર લીક થયા હતા. આ બન્ને મુદ્દે એક ખાસ વાત એ છે કે બન્ને સંસ્થાઓના વડા ગુજરાત કેડરના અધિકારી છે. એસએસસીના ચેરમેન અસીમ ખુરાના (1983 બેચના IAS ઓફિસર) છે, જ્યારે સીબીએસઇના વડા અનીતા કરવાલ (1988 બેચના IAS ઓફિસર) છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના અરવલ્લીમાં એક માત્ર સુતેલા હનુમાનજીનું મંદિર, કરો આ ભીડભંજનના દર્શન