Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં મંદિરમાં અચાનક ભૂવો પડતા પૂજારી 15 ફૂટ નીચે ખાબક્યા

અમદાવાદમાં મંદિરમાં અચાનક ભૂવો પડતા પૂજારી 15 ફૂટ નીચે ખાબક્યા
, બુધવાર, 29 મે 2019 (13:07 IST)
અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલા શીતળા માતાના મંદિરમાં 15 ફુટનો ફુવો પડતા પૂજારી ખાબક્યા હતા. પૂજારી મંદીરમાં પૂજા કરી રહ્યાં હતા ત્યારે અયાનક ધડાકાભેર જમી ધસી પડી હતી અને પૂજારી તેમાં ખાબક્યા હતા. સ્થાનિકઓએ જણાવ્યું હતું કે અમદાવાદના હાટકેશ્વર ભાયપુરાના 132 મોડલ રિંગ રોડ પર સવારે 8.30 થી 9.30ની વચ્ચે જમીન ધસી પડી હતી. આ ઘટનાના પગલે દાર્શનીકોએ પૂજારી સિલ્વા કુમારને બહાર કાઢી હોસ્પિટલમાં લઈ ગયા હતા.મંદિરની નજીક ગટરનું કામ શરૂ હતું જેના કારણે માટી કાઢવામાં આવી હતી. ભૂવો પડવાની સાથે મંદિરની દિવાલોમાં પણ તિરાડો પડી ગઈ હતી.ગત ચોમાસામાં તંત્ર દ્વારા અહીંયા જ્યારે ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે એક સાથે સાત ભૂવા પડ્યા હતા અને ત્યારે ફક્ત તેમાં માટી નાંખી અને પુરાણ કરવામાં આવ્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.ભૂવો પડ્યા બાદ મંદિરના 65 વર્ષના પૂજારીને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. આ ભૂવાના પગલે મંદિર પણ ગમે ત્યારે ગરકાવ થાય તેવી સ્થિતી છે.ભૂવાના પગલે મંદિરના ગુંબજ સહિતના દિવાલોમાં પણ તિરાડો પડી ગઈ છે, સ્થાનિકોને ભય છે કે મંદિર પર ધરાશાયી થઈ શકે છે. સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કિલાક કાર્યવાહી કરી અને સમારકારની માંગણી કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધોરાજીમાં હની ટ્રેપની ઘટનાઃ કુખ્યાત પાયલ બુટાણીએ ઓઈલમીલના માલિકને બ્લેકમેલ કર્યો