- કૃષિ મંત્રી રાઘવજી પટેલને મોડી રાતે બ્રેઈન સ્ટ્રોક આવતાં
-તેમની તબિયત સુધારા પર છે.
-રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા
ગુજરાતના કૃષિ મંત્રી આવ્યો બ્રેઈન સ્ટ્રોક - રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને મોડી રાતે બ્રેઈન સ્ટ્રોક આવતાં તેમને તેમને રાત્રે લગભગ 3 થી 4 વાગ્યાના સુમારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ મામલે ડોક્ટરો સાથે વાતચીત પણ કરી હતી. તેમને હાલમાં ન્યુરોસર્જન ડો સંજય ટીલાળાના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. હાલ મળતી માહિતી પ્રમાણે તેમની તબિયત સુધારા પર છે.
ગુજરાતમાં ભુપેન્દ્ર સિંહ પટેલની સરકારમાં કૃષિ મંત્રાલયનું નેતૃત્વ કરનારા કૃષિ મંત્રી રાઘવજી પટેલને મોડી રાતે બ્રેઈન સ્ટ્રોક આવતાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા.