Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પદભાર સંભાળ્યા બાદ સીએમ એક્શન મોડમાં, ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી

પદભાર સંભાળ્યા બાદ સીએમ એક્શન મોડમાં,  ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી
, સોમવાર, 13 સપ્ટેમ્બર 2021 (17:51 IST)
પદભાર સંભાળ્યા બાદ સીએમ એક્શન મોડમાં, ઉચ્ચસ્તરીય બેઠક યોજી, ફસાયેલા લોકોના બચાવકાર્યને પ્રાયોરિટી આપવા સૂચના
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ સૌ પ્રથમ દિવસે જ  એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર રાજકોટ જિલ્લા અને શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
 
મુખ્યમંત્રીએ જામનગરના કલેકટર સાથે ટેલિફોન પર વાતચીત કરીને બચાવ અને રાહત કામગીરી તેમજ પાણીમાં ફસાયેલા લોકોને એનડીઆરએફની  મદદથી સ્થળાંતર કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
 
તેમણે રાજકોટ માં ભારે વરસાદને કારણે આજી 2 ડેમ ની જળાશય ની સ્થિતિ અંગે વિગતો મેળવી નીચાણ વાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે સત્વરે ખસેડવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેકટર ને તાકીદ કરી હતી.
 
રાજકોટમાં 1155 લોકો જે આજીના નીચાણ વાળા વિસ્તારમાં રહે છે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલે એન.ડી. આર એફ ની 3 ટીમ રાજકોટ માટે અને 2 ટીમ જામનગર માટે ભાટિંડાથી મગાવવાની વ્યવસ્થા કરવા તંત્રવાહકો ને સૂચના આપી હતી. તેમણે ખાસ કરીને બચાવ રાહત કામગીરીને પ્રયોરિટી આપવા સૂચનાઓ આપી હતી.
 
મુખ્ય સચિવ પંકજ કુમાર,મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન,અધિક મુખ્ય સચિવ એ. કે.રાકેશ તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે દાસ, રાહત કમિશનર આદ્રા અગ્રવાલ તેમજ મુખ્યમંત્રીના ઓ એસ ડી ડી એચ શાહ આ બેઠકમાં જોડાયા  હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં મનમુકીને વરસી રહ્યો છે વરસાદ, 4 દિવસ અતિભારે વરસાદની આગાહી