Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પેટ્રોલ-ડિઝલના ભાવને લઈને નીતિન પટેનુ મોટુ નિવેદન

પેટ્રોલ-ડિઝલના ભાવને લઈને નીતિન પટેનુ મોટુ નિવેદન
, ગુરુવાર, 22 જુલાઈ 2021 (15:44 IST)
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં વેપારીઓને કોરોનાની ફરજિયાત રસી મુદ્દે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, વિવિધ ધંધા-રોજગાર સાથે જોડાયેલા વેપારી-કર્મચારીઓએ 31મી જુલાઇ સુધી ફરજિયાત વેક્સિન લેવાની રહેશે. જેમાં વેપારીઓ તથા ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીઓ માટે જ વેક્સિનેશન રવિવારે થશે. આ ઉપરાંત 31 જુલાઈ એ વેક્સિનેશનની અંતિમ તારીખ હોવાથી રવિવારે આ વર્ગ માટે વેકસિનેશન ચાલુ રાખવામાં આવશે.
 
આ ઉપરાંત નીતિન પટેલને જ્યારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ અંગે સવાલ કરાયો તો તેમણે  વેટનો ટેક્સ લેવામાં આવે છે તે સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં ઓછામાં ઓછો છે. બીજા રાજ્યોમાં પેટ્રોલો અને ડીઝલ ઉપરના વેટના ટેક્સનો દર વધુ છે. તેમાં કોંગ્રેસશાસિત રાજ્યો પણ આવી ગયા. એટલે ગુજરાત અત્યારે ઓછામાં ઓછો ટેક્સ લેનારું એકમાત્ર મોટું રાજ્ય છે. બીજા રાજ્યો જ્યારે આ અંગે વિચારણા કરશે ત્યારે ગુજરાત સરકાર વિચારણા કરશે. આખા દેશમાં પેટ્રોલ અને ડીઝલ પરનો વેટનો ટેક્સ એ ભારતમાં સૌથી વધુ બીજા રાજ્યોમાં છે. અને સૌથી ઓછો ગુજરાતમાં છે
 
કોરોનાનુ સંક્રમણ અટકાવવા માટે ગુજરાત સફળ થયુ છે. ત્રીજા વેવની ચેતવણી સામે આપણે જાગૃત છીએ. જો ત્રીજો વેવ આવે અને કેસ વધે તો તે દર્દીઓની સારવાર માટે વધારાની વ્યવસ્થા ઊભી કરવા માટે સરકારે તૈયારી કરી લેવાઈ છે. કેરળ, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં કેસ આવી રહ્યાં છે. પણ ભૂતકાળ કરતા વધુ અને હાલમાં આવતા કેસમાં વધુ છે. આ માટે સરકાર ચિંતીત છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગીતા રબારીને ગુજરાત હાઈકોર્ટમાંથી મળી રાહત