Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સડકથી લઈને સંસદ સુધી વિરોધ- પેગાસસ જાસૂસી પર રાજ્યસભામાં હોબાળૉ, ખેડૂતોના નવા કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન

સડકથી લઈને સંસદ સુધી વિરોધ- પેગાસસ જાસૂસી પર રાજ્યસભામાં હોબાળૉ, ખેડૂતોના નવા કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન
, ગુરુવાર, 22 જુલાઈ 2021 (14:10 IST)
રાજ્યસભામાં વિપક્ષે આજે પણ હોબાળો મચાવ્યો હતો. જેને કારણે બપોરના 2 વાગ્યા સુધી રાજ્યસભા સ્થગિત  કરવામાં આવી છે. પેગાસસ જાસૂસી મામલાને લઈને સંસદમાં હોબાળો થયો હતો. બકરી ઈદની રજા બાદ આજે સંસદનો ત્રીજો દિવસ છે. પહેલા બે દિવસ રાજ્યસભા અને લોકસભામાં કામ થયુ નહીં અને બકરી ઈદની રજા બાજ આજે સંસદનો ત્રીજો દિવસ છે. આજે પણ વિપક્ષે પેગાસસ, મોંઘવારી અને કોરોના સહિત કેટલાય મુદ્દા પર સરકારને ઘેરી શકે છે. તો વળી આજે જંતર-મંતર પર ખેડૂતો સંસદના ધરણાં કરી રહ્યા છે.
 
આજથી જંતર-મંતર પર ચાલશે કિસાન સંસદ
કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદના વિરોધ કરી રહેલા ખેડૂતોને છેવટે દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન માટે ગ્રીન સિગ્નલ મળી ગયુ છે. ખેડૂત આજથી જંતર-મંતર પર મોટી સુરક્ષા વચ્ચે કિસાન સંસદ શરૂ કરશે.
ખેડૂતોના પ્રદર્શનને જોતા સિંઘુ બોર્ડરથી લઈને જંતર-મંતર સુધી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી
છે. ઠેર ઠેર પોલીસ ગોઠવાઈ છે. દિલ્હીના ઉપરાજ્યપાલ
અનિલ બૈજલે વધુમાં વધુ 200 ખેડુતોને 9 ઓગસ્ટ સુધી વિરોધ પ્રદર્શન કરવાની વિશેષ મંજૂરી આપી છે. દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, 200 ખેડુતોના એક સમૂહને પોલીસની સુરક્ષા સાથે બસમાં સિંધૂ સીમાથી જંતર-મંતર આવશે અને ત્યા બપોરે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વિરોધ પ્રદર્શન કરશે. 9 ઓગસ્ટ સુધી પ્રદર્શન માટે મંજૂરી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોનાથી વધુ જીવલેણ વાયરસ - ચીનમાં મંકી બી વાયરસના પ્રથમ દર્દીનુ મોત, સંક્રમિત થતા 80% સુધી મોતનો દર, જાણો તેના લક્ષણ અને બચાવના ઉપાય