Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

કુબેર નગરમાં આવ્યું રાજકીય ચક્રવાત: ભાજપના ૧૫૦૦ જેટલા કાર્યકર્તાઓ આપમાં જોડાયા

કુબેર નગર
, સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (19:40 IST)
આજે અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલ પીકનીક પાર્ટી પ્લોટમાં એક મોટું રાજકીય ઉથલ પુથલ ત્યારે બન્યું જયારે આમ આદમી પાર્ટીના ગુજરાત ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીના અથાક પ્રયત્નથી અને સનિષ્ઠ પદાધિકારી જલાભાઇ દેસાઈના માર્ગદર્શન હેઠણ ભારતીય જનતા પાર્ટીના ૧૫૦૦ જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા.
 
આ કાર્યક્રમમાં હાજર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, " હું ભેમાભાઈને એમના આથાક પ્રયાસો માટે શુભેચ્છાઓ આપું છું અને જલાભાઇ દેસાઈમાં પાર્ટી માં જોડાવા બદલ સ્વાગત કરું છું. કુબેરનગર થી ૧૫૦૦ જેવા સત્તાધારી પક્ષના કાર્યકર્તાઓ અમારા સાથે જોડાઈ જાય.
 
એથી સ્પષ્ટ છે કે એ વિસ્તારમાં કોઈ પ્રગતિ કે વિકાસનું કામ આજ સુધી થયાજ નથી અને એટલે હવે અમને તક મળ્યું છે. આવી જ રીતે આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્ય ના વિકાસ માટે સતત કાર્યરથ રહેશે." નવા કાર્યકર્તાઓને અભિનંદન આપવા અમદાવાદ શહેરના પ્રમુખ જે. જે. મેવાડા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચોમાસું સત્રના પ્રથમ દિવસે માહોલ ગરમ, કોંગ્રેસનું હાય-હાયના નારા સાથે વોકઆઉટ