Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અઢી વર્ષનું બાળક રમતાં-રમતાં પથ્થર ગળી ગયું, ડોક્ટરે દૂરબીનથી જટિલ સર્જરી કરી બચાવી લીધું

surgery
, શુક્રવાર, 10 મે 2024 (13:04 IST)
રાજકોટમાં દોઢ મહિના પહેલાં અઢી વર્ષનો બાળક રમતાં રમતાં પથ્થર ગળી જતાં શ્વાસનળીમાં ફસાઇ ગયો હતો. આ કારણે બાળકને દોઢ મહિનાથી કફ મટતો નહોતો. બાળકનું ઓક્સિજન લેવલ 70 ટકા થઈ જતાં માતા-પિતા ચિંતામાં મુકાયાં હતાં અને તુરંત બાળકને રાજકોટ હોસ્પિટલ લાવ્યાં હતાં.રાજકોટની હોસ્પિટલમાં નિદાન કરતા શ્વાસનળીમાં પથ્થર ફસાયો હોવાનું માલૂમ પડ્યું હતું. ડોક્ટરે દૂરબીન વડે સર્જરી કરી પથ્થર બહાર કાઢી બાળકને નવજીવન આપ્યું હતું. 18 એપ્રિલે ઓપરેશન થયા પછી બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ થતાં ગઈકાલે ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

રાજકોટના વિદ્યાનગર રોડ સ્થિત ડો. હિમાંશુ ઠક્કરની હોસ્પિટલમાં આ કેસ સામે આવ્યો હતો. જેમાં ખરેડીના કેતનભાઈ સરેસિયાના અઢી વર્ષના પુત્ર માધવને છેલ્લા દોઢ મહિનાથી ઉધરસ અને કફ મટતો નહોતો. અનેક ડોક્ટરો પાસે તપાસ કરાવી અને રિપોર્ટ કરાવ્યા. પરંતુ કોઈ ફરક ન જણાતા ફેફસાંનો એક્સ-રે કરવામાં આવ્યો હતો. જેમાં માલૂમ પડ્યું કે, બાળકની શ્વાસનળીમાં જમણી બાજુ છેક ઊંડે ફેફસાંની નજીક કંઈક ફસાયેલ છે અને તેના જમણા ફેફસાંમાં બિલકુલ હવા જતી નહોતી અને ફેફસાંમાં ચેપ પણ લાગી જતાં બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ઓક્સિજનનું લેવલ માત્ર 70 ટકા થઈ જવાની સાથે જ SPO2નું પ્રમાણ ખૂબ ઓછું થઈ ગયું હતું. બાળકના વાલીઓને શ્વાસનળીમાં દૂરબીનથી તપાસ કરવા માટે સમજાવ્યા હતા તુરંત ડોક્ટરે બાળકને ઓપરેશનમાં લઈ ગયા હતા. શ્વાસનળીમાં દૂરબીન વડે તપાસ કરતા જાણવા મળ્યું કે, પથ્થર શ્વાસનળીની દીવાલ સાથે ચોંટી ગયો છે અને આજુબાજુ કફ પણ છે. તુરંત જ દૂરબીન વડે પથ્થર અને કફ બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો હતો.

ડો. હિમાંશુ ઠક્કરના જણાવ્યા મુજબ, આ ઓપરેશનને બ્રોનકોસ્કોપી કહેવાય છે. આ કેસની વિકટ પરિસ્થિતિ એ હતી કે, બાળકની ઉંમર માત્ર અઢી વર્ષની હતી, પથ્થર જેવી ધારદાર વસ્તુ જે શ્વાસનળીની દીવાલને નુકસાન કરે અને કાઢતી વખતે પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે. કેમ કે, પથ્થર શ્વાસનળીની દીવાલ ચીરી નાખે તો જીવનું જોખમ થાય તેમ હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટાટા સ્ટીલના બિજનેસ હેડની હત્યાના આરોપી પોલીસએ ગાઝિયાબાદમાં માર્યો