Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના ભગાડવા એક વેપારી રોજ તાપી નદીમાં ફેંકે છે 500 કિલ બરફ

કોરોના ભગાડવા એક વેપારી રોજ તાપી નદીમાં ફેંકે છે 500 કિલ બરફ
, મંગળવાર, 16 જૂન 2020 (12:15 IST)
કોરોનાથી આખી દુનિયા પરેશાન છે. સુરતમાં હજુ રોજ સરેરાશ 70 કેસ સામે આવી રહ્યા છે અને અત્યાર સુધી 100થી વધુ લોકો મોતને ભેટ્યાં છે. કોરોનાને કાબુમાં લેવા ડૉક્ટરો અને વિજ્ઞાનીઓ રાત દિવસ પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે આ કેટલાક લોકો કોરોનાને ભગાડવા અંધવિશ્વાસનો સહારો લઈ રહ્યા છે.
 
સુરતના એક વેપારી કોરોનાને ભગાડવા માટે દરરોજ 500 કિલો બરફ તાપી નદીમાં ફેંકે છે, તેવું સ્થાનિક મીડિયા રિપોર્ટના અહેવાલથી જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ કોરોના વાયરસ મહામારીને રોકવા માટે સુરતના વેપારીએ રોજ 500 કિલો બરફ નદીમાં ફેંકવાની માનતા રાખી છે, અને અત્યાર સુધી 3500 કિલો બરફ તેણે અને તેની દુકાનના માણસોએ તાપીમાં નદીમાં ફેંક્યો છે. જણાવી દઈએ કે, કોરોનાની વેક્સિન માટે વિશ્વભરના ટોચના વૈજ્ઞાનિકો રાત-દિવસ પ્રયાસો કરી રહ્યાં છે ત્યારે આવા કેટલાય લોકો છે જે કોરોનાને ભગાડવા માટે અંધવિશ્વાસનો સહારો લઈ રહ્યાં હોવાનું સામે આવી રહ્યું છે
 
સુરતના એક વેપારીએ તાપી નદીને ઠંડી કરીને કોરોના ભગાડવા રોજ તેમાં 500 કિલો બરફ નાંખે છે. તે સાત દિવસમાં સવાર સાંજ બે ટાઈમ વિવેકાનંદ બ્રિજ પરથી 500 કિલો બરફ નદીમાં નાખે છે, અત્યાર સુધી કુલ 3500 કિલો બરફ નદીમાં ફેંકાઈ ચૂક્યો છે. બરફ નાખતા એક વ્યક્તિને જ્યારે તેના વિશે પુછવામાં આવ્યું તો તેણે જણાવ્યું હતું કે, મારા સાહેબ કોરોના ભગાડવા બરફ નાંખવાની માનતા રાખી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માસ્ક નહીં પહેર્યું હોય કે જાહેરમાં થૂંક્યા તો હવે હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના પોલીસ પણ દંડ વસૂલ કરી શકશે