Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નેશનલ-ઇન્ટરનેશનલ લેવલના ૨૨ ફોટોગ્રાફરોની ટીમ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતેઃ અંબાજી ખાતે જગતજનની માં અંબાને ધજા ચઢાવી

નેશનલ-ઇન્ટરનેશનલ લેવલના ૨૨ ફોટોગ્રાફરોની ટીમ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતેઃ અંબાજી ખાતે જગતજનની માં અંબાને ધજા ચઢાવી
, બુધવાર, 22 માર્ચ 2023 (10:18 IST)
ગુજરાતની સૌથી જૂની સુપ્રસિધ્ધ નિહારિકા ફોટો સોસાયટી, અમદાવાદના નેશનલ- ઇન્ટરનેશનલ લેવલના ૨૨ ફોટોગ્રાફરોની ટીમ બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમવાર પધારતા યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરના વહીવટદાર સિધ્ધિ વર્માએ વહીવટી તંત્ર વતી આવકારી તેમનું સ્વાગત કર્યુ હતું. દાંતા વિસ્તારમાં ફોટોગ્રાફી કરી આ ટીમે અંબાજી ખાતે જગતજનની માં અંબાને ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી. 
webdunia
બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તેમજ દાંતા મહારાજાશ્રી પરમવીરસિંહજી પરમાર અને શ્રી પ્રભુજી રાઠોડના સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા "વસંતના વધામણાં" કાર્યક્રમ અંતર્ગત આ ફોટોગ્રાફરોની આ ટીમ તા.૧૮ અને ૧૯ એમ બે દિવસ દાંતા- અંબાજીના વિસ્તારની ઐતિહાસિક ધરોહરની ફોટોગ્રાફી કરી એને દેશ અને દુનિયા સમક્ષ મુકવાના પ્રયાસો કરશે. 
 
દાંતા- અંબાજી વિસ્તારની અદ્દભૂત ફોટોગેલેરી તૈયાર કરવા માટે નિહારીકા ટીમ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવી છે તેમ આ સંસ્થાના પ્રમુખ વ્રજ મિસ્ત્રી અને સંયોજક એહમદ હાડાએ જણાવ્યુ હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દક્ષિણ ભારતના 5 પ્રમુખ રાજ્યોના 51 મંદિરો 1001 પૂજા યજમાન અને હજારો શ્રદ્ધાળુ વર્ચ્યુઅલ માધ્યમથી શ્રી સોમનાથ મંદિર સાથે જોડાયા