જસદણ નજીક આવેલ કાળાસર ગામ જવાના રસ્તાની સાઈડમાં ખાળિયામાં જીવાતોથી ખદબદતી અત્યંત કોહવાઈ ગયેલી હાલતમાં અજાણ્યા પુરૂષની લાશ મળી આવી છે. આ પુરૂષની અન્ય જગ્યાએ હત્યા કરી તેની લાશને કોથળામાં પેક કરી અહી ફેંકી ગયા હોવાનું જસદણ પોલીસે પ્રાથમિક અનુમાન વ્યક્ત કર્યું છે.
જસદણ પોલીસે લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જસદણના ખાંડા હડમતીયા ગામના કેશુભાઈ પોપટભાઈ બાવળિયાએ જસદણ પોલીસ સ્ટેશનમા જાણ કરી જણાવ્યું હતું કે, જસદણથી કાળાસર જવાના રસ્તાની સાઈડમાં આવેલા ખાળીયામાં એક લાશ પડી છે. આ ઘટનાની જાણ થતા જસદણ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ ઉપર જઈ તપાસ કરતા ફોર્મલ બ્લ્યુ કલરનું પેન્ટ અને બ્લ્યુ કલરનું ટીશર્ટ પહેરેલા અજાણ્યા પુરૂષની અત્યંત કોહવાઈ ગયેલી અને જીવાતોથી ખદબદતી દુર્ગંધ મારતી લાશ મળી આવી હતી.પોલીસને મળી આવેલી અજાણ્યા પુરૂષની લાશમાં તેની ખોપરી, બન્ને હાથ અને બીજા અંગો જીવાત ખાઈ ગઈ હોવાનું જોવા મળ્યું હતું. પુરૂષની લાશ ઉપરથી તેની ઉંમરનો પણ પ્રાથમિક અંદાજ લગાવી શકાય તેવી હાલત નથી. શરીર ઉપર હાલ અમુક જગ્યાએ જ ચામડી બચી છે. શંકાસ્પદ હાલતમાં મળી આવેલા અજાણ્યા પુરૂષની કોઈએ હત્યા કરી છે કે પછી બીજા કોઈ કારણસર આ ઘટના બની છે તે હાલ તપાસનો વિષય બની ગયો છે.એક મહિના પહેલા રાજકોટ મોરબી રોડ પર આવેલી લાલપરી નદીમાંથી અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મહિલાની લાશના કટકા કરી અલગ અલગ બે થેલામાં ટુકડા ભરી લાશને નદીમાં ફેંકી દેવામાં આવ્યાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા મહિલાની લાશને નદીમાંથી બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી.