Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના 9 લાખ કર્મચારીઓ માટે ખુશખબર, રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થુ આઠ ટકા વધાર્યું

ગુજરાતના 9 લાખ કર્મચારીઓ માટે ખુશખબર, રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થુ આઠ ટકા વધાર્યું
ગાંધીનગરઃ , મંગળવાર, 23 મે 2023 (22:39 IST)
રાજ્ય સરકાર એરિયર્સની રકમ ત્રણ હપ્તામાં ચૂકવશે
મોંઘવારી ભથ્થાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે તેમને જ મળશે
 
 
 ગુજરાતના 9 લાખ કરતાં વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના ધોરણે ચાર ટકાનો વધારો તારીખ 01-07-2022ની અસરથી તેમજ બીજા ચાર ટકાનો વધારો તારીખ 01-01-2023ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 4,516 કરોડનું નાણાકીય ભારણ વધશે.
 
9.38 લાખ કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો લાભ
સરકાર દ્વારા વધારવામાં આવેલ મોંઘવારી ભથ્થાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે તેમને જ મળશે. મુખ્યમંત્રી દ્વારા લેવાયેલ આ નિર્ણય પ્રમાણે રાજ્ય સરકારના પંચાયત સેવા તથા અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળીને અંદાજે 9.38 લાખ કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો વધારાનો લાભ મળવાનો છે. 
 
એરિયર્સની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 1 જુલાઈ 2022થી તથા 1 જાન્યુઆરી 2023ની અસરથી આપવાના થતાં મોંઘવારી ભથ્થામાં આઠ ટકાવા વધારાથી જે એરિયર્સની રકમ આપવાની થાય છે તેને ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે. તે ઉપરાંત તફાવતની રકમનો પ્રથમ હપ્તો જૂન 2023ના પગાર સાથે, બીજા હપ્તો ઓગસ્ટ 2023 અને ત્રીજો હપ્તો ઓક્ટોબર 2023ના પગાર સાથે ચૂકવવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ICC ક્રિકેટ વર્લ્ડ કપની ઉલ્ટી ગણતરી શરૂ, રજુ થયુ શેડ્યુલ, જાણો ક્યા રમાશે પ્રથમ મેચ