Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ahmedabad Hit & Run અમદાવાદમાં સિંધુભવન રોડ પાસે કાર ચાલકે ટક્કર મારતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત

ahmedabad hit and run
અમદાવાદ , બુધવાર, 5 જુલાઈ 2023 (18:23 IST)
ahmedabad hit and run
અમદાવાદમાં અકસ્માતના બે દિવસમાં ત્રણ બનાવોમાં ચાર લોકોના મોત  
 
ગઈ કાલે ઓઢવ અને શાહપુરમાં અકસ્માતના બે બનાવોમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં હતાં
 
Ahmedabad Accident News - શહેરમાં હિટ એન્ડ રનની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરમાં છેલ્લા બે દિવસમાં ત્રણ અકસ્માતોમાં ચાર લોકોના મોત થયાં છે. ત્યારે આજે શહેરના પોશ વિસ્તારમાં ફરીવાર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. સિંધુ ભવન રોડ પર તાજ હોટેલ પાસે કાર ચાલકો બાઈક ચાલકને પાછળથી ટક્કર મારતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. એમ ડિવિઝન પોલીસે કાર ચાલકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 
 
પોલીસે કાર કબજે કરી આરોપીની અટકાયત કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાકેશ સોલંકી નામના વ્યક્તિએ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે કહ્યું હતું કે, આજે એસપી રીંગ રોડ તાજ હોટેલથી ભાડજ સર્કલ તરફ જતાં શીલજનો બ્રિજ ચડતાં તેના નાના ભાઈ જયેશ સોલંકી પોતાનું બાઈક લઈને જતા હતાં. આ દરમિયાન પાછળ બેફામ સ્પીડે આવતી કારે તેમને ટક્કર મારી હતી. જેથી જયેશ નીચે પડી ગયો હતો અને તેને માથામાં તથા શરીરના ભાગો પર ઈજા થતાં તે સ્થળ પર જ મોતને ભેટ્યો હતો. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈએ સ્ટાફ સાથે ઘટના સ્થળે જઈને અકસ્માત કરનાર કારના માલિક નંદકિશોરસિંગ પરમારની અટકાયત કરી હતી. તેમજ તેને પણ ઈજા થઈ હોવાથી તેને સોલા સિવિલ ખાતે લાવીને તેની પણ સારવાર કરાવી હતી. પોલીસે તેની કારને પણ કબજે લીધી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 
 
ગઈકાલે બે અકસ્માતમાં ત્રણના મોત થયા હતાં
શહેરમાં ઓઢવ રિંગરોડ પર પામ હોટેલ સામે ગઈકાલે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. કલોલ મોટી ભોયણ અને હાજીપુરના વયોવૃદ્ધ પુરુષ અને વૃધ્ધાને ટ્રકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.મોટી ભોયણના દલાજી ઠાકોર અને હાજીપુરના મગુંબેનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર વાહનચાલક ફરાર થઈ ગયો હતો. બીજી તરફ અમદાવાદના શાહપુર વિસ્તારમાં ગઈકાલે સવારે એક વૃદ્ધ સાયકલ પર મેટ્રોના બેરીકેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે પૂર ઝડપે એએમટીએસ બસ ત્યાંથી આવી હતી. બસની અડફેટે આવતા 74 વર્ષીય વૃદ્ધ ગુલામ હુસેન અબ્દુલ હુસેન મોમીન નીચે ફટકાયા હતા અને તેમના પરથી બસનું ટાયર ફરી વળ્યું હતું. આ ગંભીર અકસ્માતમાં વૃદ્ધનું ઘટનાસ્થળ જ મોત નિપજ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જેતપુરમાં જર્જરિત મકાન પર કિલ્લાની દીવાલ પડતાં બે બાળકી સહિત એક વૃદ્ધનું મોત