Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જેતપુરમાં જર્જરિત મકાન પર કિલ્લાની દીવાલ પડતાં બે બાળકી સહિત એક વૃદ્ધનું મોત

જેતપુરમાં જર્જરિત મકાન પર કિલ્લાની દીવાલ પડતાં બે બાળકી સહિત એક વૃદ્ધનું મોત
, બુધવાર, 5 જુલાઈ 2023 (17:47 IST)
One old man died along with two baby girls
કાટમાળમાં દટાયેલા 5 ઈજાગ્રસ્તોને રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે ખસેડાયા
 
જેતપુરના ગોદરા વિસ્તારમાં આવેલું જૂનું મકાન ધરાશાયી થવાની ઘટના બની છે. જેમાં ગોદરા વિસ્તારમાં ઉપરના ભાગમાં આવેલા વર્ષો જૂની ગઢની રાંગ (પૌરાણિક કિલ્લાની દીવાલ)ની ભેખડ ધસી પડી વરસાદના કારણે પાણી વહેતું હોવાથી બનાવ બન્યો હોવાનું સામે આવી રહ્યું છે. અંદાજે 100 વર્ષ જુના મકાનો ધરાશાયી થયા છે. મકાનમાં 8 વ્યક્તિઓ દટાયા હોવાની વિગતો બહાર આવી છે. જેમાં એક વૃદ્ધ અને બે બાળકીના મોત થયા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. હાલ અન્ય પાંચ વ્યક્તિઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બનાવની જાણ થતાં ધારાસભ્ય જયેશ રાદડિયા સ્થળ પર પહોંચી ગયા હતા..

જેતપુરના ગોદરા વિસ્તારમાં આવેલું એક જૂનું મકાન ધરાશાયી થયુ છે. ઉપરના ભાગમાં વરસાદના કારણે પાણી વહેતું હોવાથી વર્ષો જૂની ગઢ (પૌરાણિક કિલ્લાની દીવાલ)ની રાંગની ભેખડ ધસી પડતાં બનાવ બન્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. અંદાજે 100 વર્ષ જુના મકાનો ધરાશાયી થતાં મકાનમાં રહેલા 8 વ્યક્તિઓ દટાયા હતા. જેમાં 2 નાના બાળકો તેમજ 1 વ્યક્તિને રેસ્કયુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં અન્ય વ્યક્તિઓને બહાર કાઢી સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન એક નાની બાળકીનું મોત થયું છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને સ્થાનિકો અને પોલીસ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી બહાર કઢાયા છે.

ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઘટનાસ્થળે પહોંચી નિરક્ષણ કર્યું અને બાદમાં હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.મકાન ધરાશાયી થતા વૃદ્ધા જયાબેન રાજુભાઈ મકવાણા (ઉ.વ. 50) તેમજ બે બાળકીઓ મેઘના અશોકભાઈ મકવાણા (ઉ.વ.10) અને સિદ્ધિ વિક્રમભાઈ સાસડા (ઉ.વ.7)નું મોત નીપજ્યું છે. તેમજ અન્ય 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં વંદના અશોકભાઈ મકવાણા (ઉ.વ.14), શીતલબેન વિક્રમભાઈ સાસડા (ઉ.વ.30), કરસનભાઇ દાનાભાઈ સાસડા (ઉ.વ.40), રિદ્ધિ વિક્રમભાઈ સાસડા (ઉ.વ.8), અશોકભાઈ રાજુભાઈ મકવાણા (ઉ.વ 33)ને ઇજા થવા પામી છે. હાલ તમામ લોકોને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PMJAY-મા યોજના અંતર્ગત 11 જુલાઈથી રાજયના નાગરિકોને 10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ મળશે