Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરત GIDC માં લાગેલી ભીષણ આગમાં 7 લોકોના કરૂણ મોત

surat GIDc
, ગુરુવાર, 30 નવેમ્બર 2023 (08:57 IST)
સુરતની કેમિકલ કંપની એથર ઇન્ડસ્ટ્રીમાં મંગળવારની મોડી રાત્રે ભયંકર બ્લાસ્ટ સાથે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં 27 દાઝ્યા હતા, 7 મજુરો લાપતા હતા અને 8 કામદારોની હાલત બતાવાઈ હતી .  મંગળવારે મોડી રાતે GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ ભયંકર આગ લાગી હતી. આગની ઘટનાના આજે 30 કલાક બાદ ૭  લાપતા કામદારોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આ કંકાલોને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગ લાગી તે સમયે મોટી સંખ્યામાં કામદારો કંપનીમાં કામ કરતા હતા.  
 
સૂત્રોના જણાવ્યા મુજબ ઘટના મોડી રાતે બે વાગ્યાની આસપાસ લાગી હતી. કોલ મળતા જ માન દરવાજા, મજુરા, ભેસ્તાન સહિતના ઘણા વિસ્તારની ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગ બેકાબુ બની બહાર નીકળી રહી હતી. કેમિકલ કંપનીને કારણે આગ ઉગ્ર બની રહી હતી. જેથી પાણીનો મારો સતત ચલાવતા ચલાવતા ફાયર ફાઇટરોએ કંપનીની અંદર પ્રવેશ કર્યો હતો. તેમજ તમામ મજૂરોને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gold-Silver Price Today- લગ્ન સિઝનમાં સોનાની ચમકમાં વધારો