Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એક સપ્તાહમાં ગુજરાતમાં પરપ્રાંતિઓ પર 50થી વધુ હૂમલાના બનાવો

એક સપ્તાહમાં ગુજરાતમાં પરપ્રાંતિઓ પર 50થી વધુ હૂમલાના બનાવો
, સોમવાર, 8 ઑક્ટોબર 2018 (10:55 IST)
સાબરકાંઠાના ઢુંઢર ગામમાં 14 માસની બાળકી ઉપર દુષ્કર્મ કરનારા બિહારનો વતન રવીન્દ્ર ગાંડેને પોલીસે તાત્કાલિક ઝડપી લીધો હતો. પરંતુ બાળકી પરના દુષ્કર્મની ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તેમાં પણ સોશિયલ મીડિયા ઉપર ઉશ્કેરણીજનક પોસ્ટ વહેતી કરવામાં આવી રહી છે. જેના કારણે છેલ્લા 7 દિવસમાં રાજ્યભરમાં પરપ્રાંતિયો પર હુમલાની 50 ઘટના બની છે જેમાં 75 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં પોલીસે અત્યારસુધીમાં 342 આરોપીઓની ધરપકડ કરી હતી. પરંતુ પરપ્રાંતિયો ઉપર બની રહેલી હુમલાની ઘટનાઓ પોલીસ રોકી નહીં શકતા તેઓ હિજરત કરીને ગુજરાત બહાર જઇ રહ્યા છે.જો કે પરપ્રાંતિય લોકો ઉપર કરવામાં આવેલા હુમલાની સૌથી વધુ 15 ઘટના મહેસાણા જિલ્લામાં બની હતી અને ત્યારબાદ સાબરકાંઠામાં 11 ઘટનાઓ બની હતી. જો કે આ ઘટનાઓ રોકવા માટે ગુજરાત પોલીસે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે, જેમાં પરપ્રાંતિયોની વસાહતો તેમજ તેમના કામકાજના સ્થળ જેવા કે ફેક્ટરી - કારખાનાઓ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવીને પેટ્રોલિંગ શરૂ કરી દેવાયુ હોવાનું ગુજરાત રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું.સાબરકાંઠા પછી મહેસાણા અને પાલનપુરમાં ભયનો માહોલ વધુ જોવા મળે છે. સોમવારે બંધના એલાનની વાતો સોશિયલ મીડિયા પર ચાલી હતી. જો કે સાબરકાંઠાના એસપીએ સ્પષ્ટતા કરી છે કે આ માત્ર અફવા છે. બીજીબાજુ મહેસાણામાં પણ પરપ્રાંતિયો પર હુમલાના 15 જેટલા બનાવ નોંધાયા છે અને 89ની ધરપકડ કરાઈ છે. લગભગ 1000 જેટલા શ્રમિકો હિજરત કરી ગયા છે. પાલનપુરમાં પણ લોકોએ પકોડીની લારી ઊંધી વાળી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

MPની ચૂંટણી જીતવા 23 સિંહોનો ભોગ લેવાયો, પરેશ ધાનાણીએ સરકાર પર લગાવ્યો આરોપ