નડિયાદના બિલોદરામાં શંકાસ્પદ પીણું પીધા બાદ 5ના મોત થયા તથા 7 લોકો સારવાર હેઠળ છે. દેવદિવાળીની રાતે માંડવીના આયોજનમાં પીણુ પીધુ હતુ. તેમાં સોફ્ટડ્રિંક સાથે પીણું પીધા બાદ તબિયત લથડી હતી. જેમાં નડીયાદ રૂરલ પોલીસે સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરી છે. તેમજ ઘટનાને લઈ હજુ સુધી સત્તાવાર કોઈ ફરિયાદ તઇ નથી.
શંકાસ્પદ મોતને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું છે. તેમાં બિલોદરાના 3 અને બગડુ ગામના 2 યુવકોના મોત થયા છે. મૃતકોની અંતિમવિધિ પણ પૂરી કરી દેવામાં આવી છે. તેમજ આરોગ્ય વિભાગની ટીમે બંને ગામમાં જઈ તપાસ કરી છે.દેવદિવાળીની રાતે માંડવીના આયોજનમાં પીણુ પીધુ હતુ. મહુધા તાલુકાના બગડુ ગામે પણ 2 લોકોના શંકાસ્પદના મોત નિપજતા ચકચાર મચી ગઇ છે. ઘટના અંગે પરિવારજનોનો દાવો છે કે, આ તમામ લોકો ઘરે આવ્યા બાદ તેમને માથામાં દુખાવો થયા લાગ્યો હતો. ત્યાર બાદ અચાનક પરસેવે રેબઝેબ થવા લાગ્યા હતા. અચાનક મોંમાંથી ફીણ આવી ગયા હતા. જેથી તત્કાલ તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઇ જવાતા તમામને સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. જો કે સિવિલ હોસ્પિટલમાં તમામને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. જેના પગલે પરિવાર દ્વારા સમગ્ર મામલે હોબાળો મચાવ્યો હતો. પરિવાર જનોની માંગ હતી કે મૃતદેહનું નિષ્ણાંત લોકો દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવે. હાલમાં એક વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાને કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પાંચ વ્યક્તિઓના શંકાસ્પદ મોતોથી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો કે આ અંગે પોલીસ તંત્ર કે સ્થાનિક તંત્રએ ભેદી મૌન પાળ્યું છે. જો કે સ્થાનિકો અને પરિવારના લોકોનો આક્ષેપ છે કે, આ તમામ લોકોનાં મોત શંકાસ્પદ પીણું પીધા બાદ થયા છે.