Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

ગુજરાતમાં ઠંડીની વચ્ચે સ્વાઈન ફ્લુના કેસ વધ્યા, ઓક્ટોબરમાં 41 કેસ નોંધાયા

swine flu
, ગુરુવાર, 23 નવેમ્બર 2023 (12:39 IST)
ગુજરાતમાં એક તરફ ફૂલ ગુલાબી ઠંડીની શરુઆત થઈ છે ત્યરે બીજી તરફ સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં સ્વાઈન ફ્લૂના નવા 41 કેસ નોંધાયા હતા.રાજ્યમાં શિયાળાની ઠંડક વચ્ચે સ્વાઈન ફ્લૂના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા જાહેર કરાયેલા તાજા ડેટા પ્રમાણે,ગુજરાતમાં પહેલી જાન્યુઆરી 2023થી 31મી ઓક્ટોબર સુધીમાં એટલે કે દસ મહિનામાં સ્વાઈન ફ્લૂના 170 કેસ નોંધાયા છે જેમાં ઓક્ટોબર મહિનામાં સ્વાઇન ફ્લૂના 41 કેસ નોંધાયા હતા જ્યારે ગત સપ્ટેમ્બર મહિનામાં સ્વાઈન ફ્લૂના 11 કેસ નોંધાયા હતા. જ્યારે સ્વાઇન ફ્લૂના કારણે બે દર્દીના મોત પણ થઈ ચૂક્યા છે.

મહત્વનું છે કે, સમગ્ર દેશમાં સ્વાઇન ફ્લૂના કેસની સંખ્યામાં ગુજરાત ચોથા ક્રમે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં યુવાનોમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ વધ્યું છે. તે ઉપરાંત વાયરલ ફિવરના કેસ પણ સામે આવી રહ્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડભોઈમાં યુવક ગુમ થયો હોવાથી બે જૂથો વચ્ચે ઘર્ષણ, ખેડાવાડ ફળિયું પોલીસ છાવણીમાં ફેરવાયું