Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ગરમીથી 15 લોકોના મોત, તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું

ગુજરાતમાં ગરમીથી 15 લોકોના મોત, તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું
, ગુરુવાર, 23 મે 2024 (11:02 IST)
હવામાન વિભાગે હવે 5 દિવસ સુધી રેડ અલર્ટ જાહેર કર્યુ છે . અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 45.9 ડિગ્રી નોંધાયુ છે.  આગામી દિવસોમાં 25 મે સુધી હીટવેવની આગાહી કરી છે.. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. ગત દિવસોમાં તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું છે
 
સુરતમાં 10ના મોત 
24 કલાકમાં સુરતમાં ગરમીને કારણે 10ના મોત થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. મળતી માહિતી અનુસાર, અચાનક બેભાન થયા બાદ મોત થયા હોવાનું સામે આવ્યું છે. 10માંથી 1નું મોત હીટસ્ટ્રોકના કારણે થયું હોવાનું જાણવા મળ્યું છે. 
 
જયારે વડોદરામાં ગરમીએ ત્રણ લોકોના જીવ લીધા.
વડોદરામાં પણ અસહ્ય ગરમીનો પ્રકોપ પડી રહ્યો છે. અહીં પણ ગરમીથી ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગરમીથી વડોદરામાં સાત દિવસમાં 19 લોકોના મોત થયા છે. 77 વર્ષીય કિશનરાવ દીઘે, 39 વર્ષીય જગદીશ પટેલ, 62 વર્ષીય કરશનભાઈનું મોત થયું છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બદ્રીનાથમાં રીલ બનાવનારાઓ સામે કાર્યવાહી, 15 લોકોના મોબાઈલ ફોન જપ્ત; પોલીસે દંડ પણ વસૂલ્યો હતો