Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 8 March 2025
webdunia

પાણીમાં તરતી લાશ:ભાવનગરના બોરતળાવમાં તરતી યુવકની લાશ મળી,

પાણીમાં તરતી લાશ:ભાવનગરના બોરતળાવમાં તરતી યુવકની લાશ મળી,
, રવિવાર, 2 જાન્યુઆરી 2022 (15:41 IST)
ભાવનગર શહેરના ગૌરીશંકર સરોવર(બોરતળાવ)માંથી આજે વહેલી સવારે સ્થાનિકોએ કોઇ યુવકની લાશ તળાવમાં તરતી જોઇ હતી. સ્થાનિકોએ બનાવવાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને લાશ બહાર કાઢી હતી. 
 
ભાવનગર ફાયરબ્રિગેડ કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર, આજે સવારે શહેરના ગૌરીશંકર સરોવર-બોરતળાવમાં એક પુરૂષની લાશ તરતી હોવાની માહિતી કોઈ વ્યક્તિએ આપતાં ફાયરબ્રિગેડના જવાનો તથા ડી-ડીવીઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં તરવૈયાઓએ લાશ બહાર કાઢી પોલીસને સોંપતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા મૃતક તિલકનગર સોસાયટીમાં રહેતો અરવિંદભાઈ જેન્તીભાઈ મોકાણી હોવાનું ખુલ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતની શાળાઓમાં કોરોના વિસ્ફોટ- 15 દિવસમાં 122 વિદ્યાર્થી સંક્રમિત