Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં IT કંપનીમાં આગ: સમગ્ર કોમ્પલેક્સની ઓફિસો થોડીવારમાં ખાલી થઈ ગઈ

Fire at IT company in Ahmedabad, Abode and Space Complex fire, no casualties
, મંગળવાર, 6 ફેબ્રુઆરી 2024 (15:46 IST)
- અનંતા એબોડ એન્ડ સ્પેસ કોમ્પ્લેક્સના સી બ્લોકમાં 6માં માળે આગ
-  IT કંપનીના સર્વર રૂમમાં આજે સવારે આગ લાગી
- ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લઈ લેવામાં આવી
 
Fire at IT company in Ahmedabad, Abode and Space Complex fire, no casualties

અમદાવાદના જગતપુર ચાર રસ્તા પાસે અનંતા એબોડ એન્ડ સ્પેસ કોમ્પ્લેક્સના સી બ્લોકમાં 6માં માળે આવેલી IT કંપનીના સર્વર રૂમમાં આજે સવારે આગ લાગી હતી. જેના પગલે ફાયરબ્રિગેડની ચાર જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.

આગ લાગતાની સાથે જ કંપનીમાં રહેલો સ્ટાફ તાત્કાલિક નીચે ઉતરી ગયો હતો. આગના કારણે હજી સુધી કોઈ જાનહાનિ થઈ નથી. ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે અને ધૂમાડો બહાર કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. કોમ્પ્લેક્સમાં આવેલી ત્રણ હોસ્પિટલના દર્દીઓ પણ તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા.ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું ત્યારે આઇટી કંપનીના સર્વર રૂમમાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. જેથી ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ જ કોમ્પ્લેક્સમાં બેથી ત્રણ હોસ્પિટલો આવેલી છે જેથી આગ લાગવાની જાણ થતા કેટલાક લોકો નીચે ઉતરી ગયા હતા.ફાયર બ્રિગેડને કોલ મળતાની સાથે ચાંદખેડા ફાયર સ્ટેશન ઓફિસર અનિરુદ્ધસિંહ ગઢવી અને અપૂર્વ પટેલ તાત્કાલિક રવાના થયા હતા.

રસ્તામાં વીડિયો કોલ મારફતે જ ત્યાંના કોમ્પ્લેક્સની ફાયર ફાઈટર સિસ્ટમથી આગ બુઝાવવા અંગે ત્યાંના લોકોને જાણકારી આપી હતી. જેથી આગ ઝડપથી કાબૂમાં આવી ગઈ હતી. સ્ટેશન ઓફિસર અનિરુદ્ધસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, કોમ્પલેક્સમાં લાગેલી ફાયર સિસ્ટમની મદદથી આગને બૂઝાવાવામાં આવી હતી. આઈટી કંપનીમાં એસીમાં અને સર્વર રૂમમાં લાગેલી આગને ઝડપથી કાબૂમાં લઈ લેવામાં આવી હતી. જેથી કોઈ જાનહાનિ થઈ નથી. કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસોમાં કામ કરતા લોકો વગેરે નીચે દોડી ગયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બિહારમાં 4 બાળકોની માતાએ પોલીસ સ્ટેશનમાં સસરા સાથે કર્યા લગ્ન