Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રામનવમીએ રામના આદર્શોને પણ અપનાવો

જન્મોત્સવની સાથે આદર્શ ગ્રહણ કરો

રામનવમીએ રામના આદર્શોને પણ અપનાવો
ભારત તહેવારોનો દેશ છે. અહીની દિનચર્યામાં જ પર્વ અને તહેવારો વસેલા છે. આવુ જ એક પર્વ છે રામનવમી. અસુરોનો સંહાર કરવા માટે ભગવાન વિષ્ણુએ રામ રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો અને જીવનમાં મર્યાદાનુ પાલન કરતા મર્યાદા પુરૂષોત્તમ તરીકે ઓળખાયા. આજે પણ મર્યાદા પુરૂષોત્તમ રામનો જન્મોત્સવને ધૂમધામથી ઉજવાય છે પણ તેમના આદર્શોને જીવનમાં નથી ઉતારવામાં આવતા. અયોધ્યાના રાજકુમાર હોવા છતા ભગવાન રામે પોતાના પિતાના વચનોને પૂરા કરવા માટે સંપૂર્ણ વૈભવને ત્યાગી 14 વર્ષને માટે વનમાં જતા રહ્યા અને આજે જુઓ તો વૈભવની લાલચમાં પુત્ર પોતાના માતા-પિતાનો કાળ બની રહ્યો છે. વૈભવને મેળવવા કે પૈસા કમાવવા માતા-પિતાને છોડીને દૂર નીકળી જાય છે અને કેટલાક તો ત્યાં જ વસી જાય છે.

રામનવમી અને જન્માષ્ટમીને ઉલ્લાસપૂર્વક ઉજવાય છે પરંતુ તેમના કર્મ અને સંદેશને નથી અપનાવતા. શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલુ ગીતા જ્ઞાન આજે ફક્ત એક ગ્રંથ બનીને રહી ગયુ છે. તુલસીદાસજીના રામચરિત માનસમાં ભગવાન રામના જીવનના વર્ણનમાં બતાવ્યુ છે કે શ્રીરામ સવારે પોતાના માતા-પિતાના ચરણ સ્પર્શ કરતા હતા, જ્યારે કે આજે ચરણ સ્પર્શ તો દૂર બાળકો માતા પિતાની વાત પણ નથી માનતા.

પરિસ્થિતિ એ છે કે મહાપુરૂષોનો આદર્શ ફક્ત ટીવી ધારાવાહિક અને પુસ્તકો પુરતો સીમિત રહી ગયો છે. નેતાઓએ પણ સત્તા મેળવવા માટે શ્રીરામના નામની મદદ લઈને ધર્મની આડમાં વોટ એકત્ર કર્યા પણ રામના ગુણો ન અપનાવી શક્યા. જો રામની સાચી આરાધના કરવી હોય અને રામ રાજ્ય સ્થાપિત કરવુ છે તો 'જય શ્રીરામ'ના ઉચ્ચારણ પહેલા તેમના આદર્શો અને વિચારોને અપનાવવા જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જો 5 એપ્રિલથી પહેલા કરી લેશો આ એક કામ તો, તરત ભરી જશે તમારી તિજોરી