Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટ:વાહન ચાલકોએ ભર્યો દંડ, છેલ્લા દસ દિવસમાં ભર્યો રેકોર્ડ બ્રેક દંડ

e memo
, સોમવાર, 27 જૂન 2022 (11:49 IST)
રાજકોટ ટ્રાફિક ACPએ લોકોને ગત તારીખ 26મી જૂન 2022 પહેલા રાજકોટવાસીઓને બાકી રહેલા ઈ-મેમો ભરવાની તાકીદ આપી હતી. જેના ભાગરૂપે રવિવારે એટલે કે, 26મી જૂન 2022ના રોજ રાજકોટ ખાતે યોજાયેલી લોક અદાલતમાં 24,148 રાજકોટવાસીઓએ મેમાની રકમ ભરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં  છેલ્લા 10 દિવસોમાં લોકો રૂપિયા 1.78 કરોડનો દંડ ભર્યો છે. 

રાજકોટને સુરક્ષિત રાખવા માટે આઇવે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. શહેરમાં ચોરી, લૂંટફાટ જેવી પ્રવૃત્તિઓ રોકવા માટે થર્ડ આઇનું પ્રોટેક્શન આપવામાં આવ્યું. જેની પાછળ 70 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો પરંતુ આ કરોડોના ખર્ચે વસાવેલા સીસીટીવી ઇમેમોમાં બહુ ચર્ચાસ્પદ બન્યા છે. કારણ કે છેલ્લા 10 દિવસોમાં રાજકોટવાસીઓએ 1.78 કરોડનો દંડ ભર્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘરથી વાહન લઈને નિકળતા પહેલા આ નવ્ય નિયમ જરૂર વાંચી લો