Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગોંડલ નજીક ટ્રેન 3 કલાક રોકી દેવાઈ, જાણો શું છે કારણ

ગોંડલ નજીક ટ્રેન 3 કલાક રોકી દેવાઈ, જાણો શું છે કારણ
, ગુરુવાર, 30 જૂન 2022 (11:12 IST)
સૌરાષ્ટ્રમાં થોડા દિવસો પહેલા વાંકાનેર - મોરબી વચ્ચે ડેમુ ટ્રેન ઉથલાવવાનું કાવતરૂ નિષ્ફળ બનાવાયા બાદ ગઈ રાત્રે ગોંડલ નજીક એક મોટી ટ્રેન દૂર્ઘટના ટળી હતી. ગોંડલ નજીક સોમનાથ - ઓખા ગઈ રાત્રે 1 વાગ્યાની આસપાસ પસાર થઈ હતી ત્યારે ભોજપરા પાસે ટ્રેનનાં વ્હીલમાં વાયરો ફસાઈ ગયા હતા પરંતુ ડ્રાઈવરની સમયસૂચકતાથી ટ્રેન અટકાવી દેવાતા મોટી દૂર્ઘટનાં ટળી હોવાનું સામે આવ્યુ છે. 
 
ભોજપરા પાસે આશરે 400 મીટર જેટલો વીજ વાયરોનો જથ્થો પડયો હતો. દરમિયાન તસ્કરોએ 50 મીટર વાયર કટીગં કરીને લઈ ગયા બાદ બાકીનો છૂટો વાયર જે રેલવે ટ્રેક પર પડયો હતો તે રાત્રે એક વાગ્યે સોમનાથ - ઓખા એકસપ્રેસ ગોંડલ સ્ટેશનથી આગળ પસાર થતા જ ટ્રેનનાં વ્હીલમાં વીંટળાઈ ગયો હતો. રેલવે સુત્રોએ જણાંવ્યુ હતું કે ટ્રેનનાં ડ્રાઈવર - પાયલોટનું અચાનક ધ્યાન જતાં ટ્રેનને થંભાવી દીધી હતી અને ડબ્બા નીચે જોયુ તો વ્હીલમાં વાયરો ફસાયેલા હતા.પેસેન્જર ટ્રેનમાં વાયરો વ્હીલમાં ફસાઈ ગયા હોત અને ટ્રેન વધુ આગળ ચાલી હોત તો ઉથલી પડવાનું જોખમ હતુ.   

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બગદાણા બાદ વલસાડમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, 4 કલાકમાં 6 ઇંચ, શહેરના માર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા