Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભજનલાલ શર્મા બન્યા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી, રાજ્યપાલે અપાવી શપથ

rajasthan cm oath ceremony
, શુક્રવાર, 15 ડિસેમ્બર 2023 (13:18 IST)
રાજસ્થાનને આજે નવા મુખ્યમંત્રી મળવા જઈ રહ્યા છે. તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ ભજન લાલ શર્મા આજે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. . શપથ ગ્રહણ સમારોહ ઐતિહાસિક આલ્બર્ટ હોલમાં યોજાયો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા સહિત ઘણા મોટા નેતાઓ ભાગ લેશે. ભજનલાલ ઉપરાંત દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ ઉપ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.   રાજ્યપાલ કલરાજ મિશ્રાએ આજે મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્મા અને બે નાયબ મુખ્યમંત્રી તરીકે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને શપથ લેવડાવ્યા હતા..  
 
ભજનલાલ શર્મા આજે એટલે કે 15મી ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. નસીબજોગે આજે તેમનો જન્મદિવસ છે. તેમની ઉંમર 56 વર્ષ છે. પોતાના જન્મદિવસના અવસર પર મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા તેઓ પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. ભજનલાલ માટે બેવડી ખુશી છે. મહત્વનું છે કે, ભજનલાલે ગુરુવારે રાત્રે 12 વાગ્યા પછી સોડાલાના ચંબલ ગેસ્ટ હાઉસમાં તેમના સમર્થકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમના જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી અને તેમના સમર્થકો દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવશે. આ શિબિરનું આયોજન ધોલપુરમાં કરવામાં આવશે.
 
રાજસ્થાનમાં ભાજપને 115 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસને 69 બેઠકો મળી હતી. રાજ્યની 200માંથી 199 બેઠકો પર મતદાન થયું હતું. એક બેઠક પર ઉમેદવારના અવસાનને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. ભજનલાલ પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. મંગળવારે પક્ષના કેન્દ્રીય નિરીક્ષકો રાજનાથ સિંહ, સરોજ પાંડે અને વિનોદ તાવડેની હાજરીમાં ભાજપ વિધાનસભ્ય દળની બેઠકમાં તેમને મુખ્ય પ્રધાન-નિયુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Virat Kohli: કોહલીના રેસ્ટોરેંટમાં નહી વાગે PPL ના કોપીરાઈટ ગીત, દિલ્હી હાઈકોર્ટે લગાવી રોક