Bhajan Lal Sharma Biography: ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા સીએમ બનશે. સાંગાનેર વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય છે. પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. બીજેપીના પ્રદેશ મહાસચિવ છે. તેઓ 56 વર્ષના છે. તેઓ ભરતપુરના રહેનારા છે. બહારી હોવાનો આરોપ છતા સાંગાનેર પરથી મોટા અંતરથી જીત નોંધાવી. કોંગ્રેસના પુષ્પેન્દ્ર ભારદ્વાજને ભજનલાલે 48081 વોટોથી હરાવ્યા. તેમને સંઘ અને સંગઠન બંનેના નિકટના માનવામાં આવે છે. પૂર્વ સીએમ વસુંધરા રાજેએ તેમના નામનો પ્રસ્તાવ મુક્યો અને તેના પર સર્વસમ્મતિથી પસંદ કરી લેવામાં આવ્યા. ભજન લાલ શર્માના સમર્થકોમાં ખુશીની લહેર છે. તેઓ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે.
અશોક લૌહાટીની ટિકિટ કાપીને ભજનલાલને આપી હતી
ભજનલાલ શર્મા જયપુરની સાંગાનેર વિધાનસભામાંથી પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. બીજેપીએ 2023ના વિધાનસભા ચૂંટણીમાં વર્તમાન ધારાસભ્ય અશોક લૌહાટીની ટિકિટ કાપીને ભજનલાલ શર્માને આપી.
દીયા કુમાર અને પ્રેમ ચંદ્ર બૈરવા ડિપ્ટી સીએમ રહેશે
આ સાથે જ રાજ્યમાં બે ડિપ્ટી સીએમ રહેશે. દીયા કુમાર અને પ્રેમ ચંદ્ર બૈરવાને ડિપ્ટી સીએમ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. બીજી બાજુ વાસુદેવ દેવનાની રાજસ્થાન વિધાનસભાના સ્પીકર રહેશે.