Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લાલજીની પત્નીની રીટની આજે સુનાવણી

લાલજીની પત્નીની રીટની આજે સુનાવણી
અમદાવાદ, , મંગળવાર, 17 મે 2016 (12:39 IST)
૧૭ એપ્રિલના રોજ મહેસાણામાં જેલ ભરો આંદોલન મામલે સરદાર પટેલ ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલની પત્નિ અંજના પટેલ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં અંજના પટેલે રાજ્ય સરકાર, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ગૃહમંત્રી રજની પટેલ, રાજ્યના આઈજી, મહેસાણા જિલ્લા પોલીસવડા અને મહેસાણા બી પોલીસ સ્ટેશનના પીઆઈ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને પોલીસની તપાસ પર સવાલ ઉઠાવ્યા છે. જે મામલે ગત ૧૨મી મેના રોજ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે અંગે આ ખુલાસો આપવા માટે રાજ્ય સરકારના વકિલ દ્વારા વધુ સમયની માંગ કરવામાં આવતા  અરજીની સુનાવણી આવતીકાલ પર મુલતવી રાખવામાં આવી હતી. હવે ગુજરાત હાઈકોર્ટમાં આ અરજીની સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે.

આ અરજીમાં લાલજીની પત્નિ અંજનાએ સરકારની પોલીસમાં પોતાને વિશ્વાસ ન હોવાનો મુદ્દો ઉઠાવીને  સમગ્ર કેસની અલાયદી  તપાસ સોંપવા માટે સીટની રચના કરવા વિનંતી કરી છે. ૪૦ પાનાની આ પિટીશનમાં તેમણે રાજ્ય સરકાર  અને પોલીસ પર અનેક આરોપ લગાવ્યા હતા. અંજના પટેલે જણાવ્યુ હતું કે, ૧૭ એપ્રિલે મહેસાણામાં શાંતિપૂર્ણ રીતે જેલભરો આંદોલન ચાલી રહ્યુ હતું. કાયદો અને વ્યવસ્થા ભંગ ન થાય તે માટે પુરતી વ્યવસ્થા રખાઈ હતી. ત્યારે પોલીસે ટીયરગેસના સેલ છોડી, પાણીમારો કરી, ફાયરીંગ કરીને શાંતિ ડોહળાવી હતી. આ અંગે વધુ માહિતી આપતા અંજના પટેલની અરજી પર કેસ લડી રહેલ વકીલ બાબુ માંગુકિયાએ જણાવ્યુ હતું કે, તેમને તપાસમાં રાજ્યની પોલીસ પર વિશ્વાસ નથી, જેથી કલમ-૨૨૬, ૧૪, ૧૯ અને ૨૧ અંતર્ગત ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરીને કેસની તપાસ સીટને સોંપવા માંગ કરાઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં સીએમ બદલાતા હોવાની ચર્ચાઓને ભાજપે રદિયો આપ્યો