Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં સીએમ બદલાતા હોવાની ચર્ચાઓને ભાજપે રદિયો આપ્યો

ગુજરાતમાં સીએમ બદલાતા હોવાની ચર્ચાઓને ભાજપે રદિયો આપ્યો
, મંગળવાર, 17 મે 2016 (12:27 IST)
તાજેતરમાં ગુજરાતમાં સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેસેજને લીધે રાજકારણમાં ગરમાવો પ્રસરી ગયો હતો. એક તરફ લોકો કાળઝાળ ગરમીથી શેકાઈ રહ્યાં છે તો બીજી તરફ ગુજરાતના રાજકારણમાં ધોમધખતા અંગારા જેવી ચર્ચાઓ રાજકારણીઓને શેકી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ બદલાય છે. તેમને હરિયાણા કે પંજાબના રાજ્યપાલ બનાવી દેવામાં આવશે તેવી છેલ્લા એક સપ્તાહથી ચાલતી અટકળોને છેવટે ભાજપે રદિયો આપ્યો છે. આનંદીબહેન પટેલ તેમના અગાઉથી નીતિ કાર્યક્રમ મુજબ સોમવારે દિલ્હીના પ્રવાસે હતા.

ગુજરાતમાં અછત રાહતની કામગીરી અને વહિવટી જરૂરીયાતો સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે યોજનારી બેઠકમાં દિલ્હી પહોંચેલા આનંદીબહેન પટેલ પાછા ફરે તે પહેલા જ દેશભરની ન્યુઝ ચેનલોમાં ગુજરાતના મુખ્યમંત્રી બદલાય છે તેવા સમાચારો વહેતા થયા હતા. NEETના મુદ્દે દિલ્હીની બેઠકમાં ભાગ લેવા માટે આરોગ્ય મંત્રી નીતિન પટેલ પણ મુખ્યમંત્રીની સાથે જ દિલ્હી ગયા હતા.

આ બંન્ને દિલ્હીથી પરત ગુજરાત આવે તે પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી બદલાય છે અને નીતિન પટેલને આનંદીબહેનના ઉત્તરાધિકારી બનાવાય તેવા સમાચારો પ્રસારિત થતા દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. જો કે, આ પ્રકારના સમાચારોની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે રાજ્યમાં અછત સામે રાહતની શ્રેષ્ઠત્તમ કામગીરી કરી રહ્યા હોવાન ટ્વિટ કરીને ગુજરાત સરકારની પ્રશંસા કરી હતી. વડાપ્રધાનના ટ્વિટ ન્યુઝ ચેનલો સમક્ષ ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનના સમાચારોને અફવા કહી હતી તેનો રદિયો આપ્યો હતો. એક જ સપ્તાહમાં ૨૦ લાખથી વધારે CM બદલાય છેના મેસેજ વાઈરલ થતા રહ્યા ત્યાં સુધી ચૂપ રહેલા પ્રદેશ ભાજપે હવે આ ઘટનાક્રમની પાછળ કોંગ્રેસ અને આપના લોકોની માથે ઠીકરૂ ફોડયુ છે. આ લોકો કુપ્રચાર કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ સોશ્યલ મિડિયામાં મેસેજ વાઈરલ કરનાર સામે પોલીસ સહિતની સરકારી એન્જસીઓ દ્વારા તપાસ, કાર્યવાહી કરવા માંગ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Exit Polls: અસમમાં BJP આગળ, તમિલનાડુમાં અમ્માને ઝટકો લાગી શકે છે.