rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાટીદાર આંદોલનને નિષ્ફ્ળ બનાવવા માટે તંત્રની પુર્ણ તૈયારી, ઈંટરનેટ સાથે બસ સેવા પણ બંધ

પાટીદાર આંદોલન
, શનિવાર, 19 સપ્ટેમ્બર 2015 (14:27 IST)
પાટીદાર અનામત આંદોલનના અગ્રણી હાર્દિક પટેલની સુરતમાં પોલીસ દ્વારા અટકાયત કર્યા પછી ફરી એકવાર રાજ્યમાં બેનની પરિસ્થિતિ મુકાઈ ગઈ છે. રાજ્યમાં ફરી એકવાર તોફાનો ફાટી નીકળવાની બીકે સરકાર દ્વારા ઈંટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી.  રાજકોટમાં તો સાત દિવસ માટે મોબાઈલ ઈંટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય શહેર પોલીસ કમિશ્નર મોહન ઝાએ કર્યો. અમદાવાદ સુરતમાં ચોવીસ કલાક માટે ઈંટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 
 
ઈંટરનેટ સેવા પછી કેટલક શહેરોમાં સ્ટેટ ટ્રાંસપોર્ટની બસો પણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજકોટથી મુખ્ય શહેરોને સાંકળતી એસટી બસો નહી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટમાં બીઆરટીએસના પણ કેટલાક રૂટો સ્થગિત કરવામાં આવ્યા છે. રાજકોટ સિવાય જુનાગઢમાં પણ અમદાવાદ-રાજકોટ-સુરત જતી એસટી બસો સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે ગત 25 ઓગષ્ટના રોજ અમદાવાદમાં પાટીદાર અનામત રેલી નીકળ્યા પછી ફાટી નીકળેલા તોફાનોમાં જુનાગઢની ચાર એસટીબસો સળગાવી દેવામાં આવી હતી. આજે તકેદારીના પગલા રૂપે જૂનાગઢમાં પણ મુખ્ય શહેરોમાં જતી એસટી બસ સેવા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 
 
સુરતમાં હાર્દિક પટેલ અને તેના સાથીઓની અટકાયત પછી રસ્તા પાટીદારોએ રસ્તા રોકો આંદોલનનું આહવાન આપ્યુ હતુ. સુરતમાં રસ્તા રોકી રહેલા બાર લોકોની પોલીસે અટકાયત કરી હતી. 
 
પાટીદાર અનામત આંદોલનના જુના અનુભવોને ધ્યાનમાં રાખીને શનિવાર સવારથી જ ચુસ્ત બંદોબસ્ત શરૂ કરી દીધો હતો. રાજકોટ અમદાવાદ સુરત અને ઉત્તર ગુજરાતના શહેરોમાં શનિવારે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાર્દિક પટેલની એકતા રેલી કાઢવાની જાહેરાત પછી ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવાવામાં આવ્યો હતો. શહેરોમાં પોલીસની સાથે પેરામિલ્ટ્રી ફોર્સે પણ સઘન પેટ્રોલિંગ કર્યુ હતુ.  

Share this Story:

Follow Webdunia gujarati