હાર્દિક પટલે ટ્વિટરના મારફતે સરકાર પર આક્ષેપ કર્યા હતા કે, ઉપવાસ આંદોલનને તોડવા અને અટકાવવા માટે અમિત શાહના આદેશ પર ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ DCP રાઠોડને મને મારવા અને મારા સાથીને ધમકાવવાનું કામ સોંપ્યુ છે. મારા ઘરે આવી રહેલા લોકોને અટકાવવા માટે તેઓ કઇ પણ કરવા તૈયાર છે. ગુજરાત હાઈકોર્ટમાં પણ ડી.સી.પી રાઠોડ જૂઠ્ઠુ બોલ્યા હતાં. ઉપવાસ છાવણી પર આવનારા લોકોને અટકાવવા માટે ડી.સી.પી રાઠોડે તમામ હદ પાર કરી દીધી છે. અમારા આંદોલનકારીઓને અપશબ્દો બોલવામાં આવ્યા હતાં.ખાખી મર્યાદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગુજરાતના CM રૂપાણી અને ગૃહમંત્રીએ ડી.સી.પી રાઠોડને તમામ હદ પાર કરવા માટેની પરવાનગી આપી દીધી છે. અમદાવાદ ડી.સી.પી રાઠોડ અમારા આંદોલનકારીઓને કહી રહ્યાં છે કે, તમે આતંકવાદીઓ છો, આ DCP રાઠોડ ગુજરાતના ગૃહમંત્રીના ખાસ અંગત છે. ગત 18 દિવસથી અમારી સાથે ગુનેગારો જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. DCPએ અમારા લોકોને કહ્યું છે કે, આજે હરિશ રાવતજીને પણ તપાસ કર્યા બાદ જ અંદર મોકલીશું.